
વડાપ્રધાન મોદી અને અમિત શાહના ગુજરાતે અપાવી ભાજપને જીત ગુજરાતમાં એક માત્ર મુદ્દો : રુપાણી
રાજ્યની છ મહાનગર પાલિકામાં લહેરાયો ભગવો
અમદાવાદ સહિત રાજ્યની છ મહાનગર પાલિકાની યોજાયેલ ચૂંટણીમાં ફરી એક વખત કેસરિયો લહેરાયો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ ફરી એક વખત ગુજરાતને ભાજપનો ગઢ પુરવાર કરવા મતદારોનો આભાર માન્યો હતો.
રવિવારે યોજાયેલ રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણીની મંગળવારના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં છ એ છ મહાનગર પાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ હતી.કોરોના સામેના જંગમાં વિજયી બની આવેલા મુખ્યમંત્રી રુપાણીએ તમામ મહાનગર પાલિકામાં ભગવો લહેરાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો અને ગુજરાત ફરી ભાજપનું ગઢ સાબિત થયું હોવાનો દાવો કર્યો હતો.
ફેસબુક પર કરેલી પોસ્ટમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ લખ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને ગુજરાત ભાજપનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે.છ મહાનગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી વિજય રુપાણી વડોદરામાં ચાલુ સભાએ ઢળી પડયા હતા અને તેમને સારવાર અર્થે અમદાવાદની યુ એન મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનો કોરોના રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો જેના પરિણામે તેમના ૨૮ ફેબ્રુઆરી સુધીના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા પંરતુ ૨૧ ફેબ્રુઆરીએ તેમનો રીપોર્ટ નેગેટીવ આવતા તેઓ મતદાન કરવા રાજકોટ ગયા હતા.