સૂરતમાં કોંગ્રેસની બગડી રાજકીય સૂરત

સૂરત મહાનગર પાલિકામાં આપે મેળવ્યું બીજું સ્થાન

આપે પછડાટ આપતાં કોંગ્રેસ સરકી ત્રીજા સ્થાને

હાર્દિક પટેલના ગઢમાં કોંગ્રેસનો કારમો પરાજય

ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ અધિકૃત રીતે પ્રવેશ કરી લીધો છે, રાજ્યની છ મહાનગર પાલિકા પૈકી સૂરતમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરીને કોંગ્રેસને પછડાટ આપી બીજું સ્થાન હાંસલ કર્યું છે. જયારે કોંગ્રેસ ત્રીજા સ્થાને સરકી ગઈ છે.

છ વર્ષ પહેલા સુરતે ભાજપ માટે ચિંતાના વાદળો સર્જ્યા હતા.પાટીદાર આંદોલનના કેન્દ્રમાં રહેલા સૂરતની ગુજરાતના રાજકરણમાં આગવું મહત્વ છે.તે સમયે ભાજપને આંદોલનની આગની આંચ અને પાટીદાર સમુદાયના ગુસ્સાનો સામનો કરવો પડયો હતો.
બીજીબાજુ ગુજરાતની મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસને સૂરતમાં નવો બોધ આપ્યો છે.સૂરત મહાનગર પાલિકામાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડયો છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ સૂરતમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.સૂરતે એક રીતે કોંગ્રેસની રાજકીય સૂરત બગાડી દીઘી છે.
સોશિયલ મીડિયા પર હાલ સૂરત વધુ ટ્રેન્ડ થઇ રહ્યું છે.જેનું એક માત્ર કારણ છે મહાનગર પાલિકામાં આપનુ શાનદાર પ્રદર્શન.સૂરત મહાનગર પાલિકાના પરિણામ એટલા માટે પણ હેરાન કરવા વાળા છે કારણ કે તેને પાટીદાર સમુદાયનો ગઢ માનવામાં આવે છે.ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ એક સમય પાટીદાર અનામત આંદોલનનો ચેહરો હતો અને લાઈમલાઈટમાં આવી ગયો હતો.પરંતુ હવે જયારે કોંગ્રેસની કમાન તેના હાથમાં છે ત્યારે કોંગ્રેસનો પંજો સૂરતમાં અત્યંત નબળો પડી ગયો છે.
સૂરત મહાનગર પાલિકામાં મંગળવારે યોજાયેલ મતગણતરીમાં આપે કોંગ્રેસની તુલનાએ બમણી બેઠક પર જીત મેળવી છે અને કોંગ્રેસને ત્રીજા નંબરે સરકાવી દીઘી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે આગામી વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આપ માટે આજના પરિણામ ઉત્સાહજનક છે તો કોંગ્રેસ માટે આંચકારૂપ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *