
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરવા લાગ્યા છે. આ માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની આજે 12મી યાદીની જાહેરાત કરી હતી. આજે આમ આદમી પાર્ટીના દહેગામ બેઠક પરથી યુવરાજસિંહ જાડેજાને બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરવામાં આવી છે. યુવરાજસિંહને સાત બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.

હજુ થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીએ યુવરાજસિંહના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં તેજ ગતિથી પ્રચાર કરી રહી છે.
ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો આખરી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પોતાના પગ જમાવવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યું છે. આમ આદમી પાર્ટી આજે પોતાના 7 ઉમેદવારોની જાહેરાત કરી હતી.

આમ આદમી પાર્ટીના વધુ સાત ઉમેદવારોના નામની જાહેરાત
1. અર્જુન રબારી – અંજાર
2. વિષ્ણુભાઈ પટેલ – ચાણસ્માથી
3. સુહાગ પંચાલ – દહેગામ
4. મયુર સક્રિય – લીબડી
5. ગોવિંદ પરમાર – ફતેપુરા
6. શ્વેતલ વ્યાસ – સયાજીગંજ
7. ઉર્મિલા ભગત – ઝઘડિયા