શું ક્રોસ વોટીંગના કારણે એનસીપીમાંથી ના મળી કાંધલ જાડેજાને ટિકિટ, હવે અપક્ષમાંથી લડવાની તૈયારી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને તમામ રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. તો આવી સ્થિતિમાં અનેક ઉમેદવારોની ટીકીટને લઈને નારાજગી પણ સામે આવી રહી છે. કાંધલ જાડેજાએ એનસીપીમાંમાંથી રાજીનામું આપી દીધું છે.

કોંગ્રેસ સાથે ગઠબંધન એનસીપીનું થયા બાદ કુતીયાણા બેઠક પરથી ધારાસભ્ય કાંધલ જાડેજાને ટિકિટ એનસીપીએ આપી નથી. જો કે, તેઓ અહીંથી બે ટર્મથી જીતતા આવ્યા છે અને આ વખતે ટિકિટ ના મળતા તેમને એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ખાસ કરીને અગાઉ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ક્રોસ વોટીંગ કર્યું હતું અગાઉ પણ ક્રોસ વોટીંગ કર્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. ત્યારે એક આ પણ કારણ માનવામાં આવી રહ્યું છે. 

 2012માં કાંધલ એનસીપીથી જોડાયા હતા અને છેલ્લી બે ટર્મથી એનસીપીના કુતીયાણાના ધારાસભ્ય રહ્યા છે. ઉમરેઠ, દેવગઢ બારીયા અને નરોડા આ ત્રણ બેઠકો પર એનસીપીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. એનસીપીમાંથી કાંધલ જાડેજાએ રાજીનામું ધરી દેતા એનસીપીને આ ટિકિટ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. 

તિયાણા વિધાનસભા બેઠક પર ગોડમધરના પુત્રનું શાસન છે. કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં પરંતુ એનસીપીના નેતા કાંધલ જાડેજાનો સતત બે ટર્મથી દબદબો રહ્યો હતો. ગત ચૂંટણીમાં એનસીપીએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતુ આ વખતે એનસીપી ટિકિટ ન આપતા કાંધલ જાડેજાએ રાજીનામું આપી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *