સાવરકુંડલા ના પિયાવા ગામે ખેડૂતો સાથે છેતરપીંડી નો પ્રયાસસમગ્ર મામલો છેવટે વંડા પોલીસ મંથક સુધી પહોચ્યો હોવાની માહિતીઓ મળી રહી છે.

કાળી મજુરી કરીને પરસેવો પાડીને રાત દિવસ એક કરતા ખેડૂતોને પણ લુંટનારા નીકળી પડયા છે ને ખેડૂતે પકવેલો કપાસ ઘરે આવીને કપાસ ખરીદનારા અમુક લેભાગુ તત્વોને કારણે ખેડૂતોનો તોલમાં વધારે માલ લઈ લેવાતો હોવાની ઘટના સાવરકુંડલાના પિયાવામાં પ્રકાશમાં આવતા વેપારી અને દલાલ કપાસ અને કપાસ ભરેલી ગાડી મુકીને ભાગી જવાની નોબત આવી હોવાનું જાણવા મળી રહયું છે ને સમગ્ર મામલો છેવટે વંડા પોલીસ મંથક સુધી પહોચ્યો હોવાની માહિતીઓ મળી રહી છે.

સાવરકુંડલાના પીયાવા ગામનાં મનસુખભાઈ ગોંડલીયા અને આણંદભાઈ રાઠોડ નામનાં બે ખેડૂતોને ત્યાં રાજકોટનાં રાજુ નામનાં વેપારી કપાસ ખરીદીમાં આવેલા હતા ને ખેડૂતોના ઘરે જ કપાસની ગાડી લઈને કપાસ જોખેલ હતો ને 40 કિલ્લોની ગાંસડીમાં સાડા છ કિલો કપાસ વધારે વેપારી દ્વારા કાંટામાં ઘાલમેલ કરીને પડાવી લેતા હોવાની ઘટના બહાર આવી હતીને ખેડૂતો દ્વારા કાંટો અને અન્ય તોલમાપ લાવીને જોખ કરતા સમગ્ર છેતરપિંડી કરીને ખેડૂતોને ઘુતવા નીકળેલા રાજકોટનાં મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયા હતા

તો દલાલ પણ ગોત્યો હાથજડયો ન હતો ને નાના એવા પિયાવા ગામમાં છેતરવા આવેલા વેપારીનો પર્દાફાશ થયો હતો ને ખેડૂતોએ હોબાળો કરતા વેપારી અને દલાલ ભાગી જતા સમગ્ર મામલો વંડા પોલીસ મંથક સુધી પહોંચ્યો હોવાની માહિતી સુત્રોમાંથી જાણવા મળી રહી છે. ત્યારે કાળી મજુરી કરીને પરસેવાની કમાણી ખાતા ખેડૂતોને ધૂતવા નીકળેલા ધૂતારા વેપારીનો પર્દાફાશ ગામનાં જ જાગૃત ખેડૂત દ્વારા થયો હતો ને જેનાં વિડીયો પણ સોશીયલ મીડિયામાં વાયરલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *