કોંગ્રેસના હજુ પણ 40 ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી, 142 ઉમેદવારો થયા છે જાહેર

કોંગ્રેસે વડગામથી જીગ્નેશ મેવાણીને મેદાનમાં ઉતારતા 33 ઉમેદવારોની યાદી ગઈકાલે રાત્રે જાહેર કરી છે. કોંગ્રેસે વડગામથી જીજ્ઞેશ મેવાણી, આંકલાવમાંથી અમિત ચાવડાને ટિકિટ આપી છે. આ પહેલા રવિવારે કોંગ્રેસે વધુ પાંચ બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જ્યારે એક બેઠક પર ઉમેદવાર પણ બદલાયા હતા.

જો કે, હજુ પણ 40 ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી છે. આ 40 નામો પણ કેટલાક એવા નામો પણ સામે આવી શકે છે કે જે ભાજપથી નારાજ થયા હોય અને ટિકિટ ના મળી હોય. જો કે, કોંગ્રેસ એ જ ફિરાકમાં આ વખતે રણનિતી બનાવી રહી છે. આ સાથે અન્ય દિગ્ગજ નેતાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 142 નામોની યાદીની જાહેરાત કરી છે. કોં

બોટાદ બેઠક પરથી ઉમેદવાર બદલાયા
જાહેર કરાયેલી યાદીમાં કોંગ્રેસે ધ્રાંગધ્રા બેઠક પરથી છત્તરસિંહ ગુંઝારિયા, મોરબીથી જયંતિ પટેલ, રાજકોટ પશ્ચિમ બેઠક પરથી મનસુખભાઈ જાદવભાઈ કાલરિયા, જામનગર ગ્રામ્યમાંથી જીવન કુંભારવાડિયા, ગારિયાધારમાંથી દિવ્યેશ મનુભાઈ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે બોટાદ બેઠક પરથી રમેશ મારની જગ્યાએ મનહર પટેલને ટિકિટ આપવામાં આવી છે.

આ રીતે અત્યાર સુધી યાદી બહાર પાડી 
કોંગ્રેસે 4 નવેમ્બરે ચૂંટણી માટે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરીને તેની પ્રથમ યાદી બહાર પાડી હતી.
કોંગ્રેસે 10 નવેમ્બરે 46 નામોની બીજી યાદી બહાર પાડી હતી. બીજી તરફ શુક્રવારે સાત ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. શનિવારે પાર્ટીએ નવ ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *