અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી કાર્યવાહી: 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને કિંમતી પથ્થરો ઝડપાયા

અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી કાર્યવાહી: 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને કિંમતી પથ્થરો ઝડપાયા

અમદાવાદમાં રાજ્ય વેરા ખાતા (સ્ટેટ GST)ની મોબાઇલ સ્કોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીઓમાંની એક હાથ ધરી કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. વિશેષ ચકાસણી દરમિયાન ટીમે યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઝડપાયેલા તમામ માલસામાનની કુલ અંદાજિત કિંમત રૂ. 4.25 કરોડ જેટલી છે.

રાજ્ય વેરા વિભાગના ઇતિહાસમાં આ કાર્યવાહી સૌથી મોટી કાર્યવાહીઓમાંથી એક માનવામાં આવી રહી છે. અધિકારીઓએ માલસામાન જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. માલનો સ્ત્રોત, ગંતવ્ય સ્થળ તેમજ સંભવિત કરચોરીના એંગલથી પણ તપાસ ચાલી રહી છે.

આ ઘટનાએ વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. રાજ્ય વેરા ખાતાના અધિકારીઓએ જણાવ્યું છે કે કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે આગામી સમયમાં પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *