
Operation Mule Hunt 2.0 : આજથી ગુજરાતમાં શરૂ થશે ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’, સર્જીકલ સ્ટ્રાઈક કરવા Dy. CMનો આદેશ
Operation Mule Hunt 2.0 : હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આજથી સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ શરૂ, જાણો મોડીરાત્રે મળેલ હાઇલેવલ બેઠકમાં શું લેવાયો નિર્ણય ?
Operation Mule Hunt 2.0 : ગુજરાતમાં વધતા સાયબર ગુનાઓ અને ઓનલાઈન છેતરપિંડીના વધતા જોખમને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કડક કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે. વાસ્તવમાં ગઇકાલે મોડી રાત્રે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક હાઇલેવલ બેઠકની અધ્યક્ષતા કરી છે. હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આજથી સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સાયબર ઠગાઈ માટે ઉપયોગમાં લેવાતા મ્યુલ એકાઉન્ટ્સને શોધી કાઢવાનો અને તેમની પાછળ કાર્યરત ગુનાહિત નેટવર્કને તોડી પાડવાનો છે.
Operation Mule Hunt 2.0 : નોંધનિય છે કે, તાજેતરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જોડાયા હતા. બેઠક દરમિયાન વિવિધ જિલ્લાઓમાં સાયબર ક્રાઈમની સ્થિતિ, ડિજિટલ સુરક્ષાના પડકારો અને ગુનાખોરી સામે લેવાઈ રહેલા પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સાયબર ગુનાઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ કે ગેંગ સામે હવે કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.

Operation Mule Hunt 2.0 : સાયબર ઠગાઈના અનેક કેસોમાં આરોપીઓ અન્ય લોકોના બેંક ખાતાઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર નાણાંની હેરફેર કરતા હોય છે. આવા ખાતાઓને ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. પોલીસ અને સાયબર સેલને આવા શંકાસ્પદ ખાતાઓ પર સતત નજર રાખવા અને નાણાંની લેવડદેવડની ચકાસણી કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત માત્ર ખાતાધારકો જ નહીં, પરંતુ સમગ્ર ગુનાહિત સાંકળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે.
Operation Mule Hunt 2.0 : રાજ્ય સરકારનો ભાર માત્ર સાયબર ગુનાઓ સુધી મર્યાદિત નથી. આંતરિક સુરક્ષા, કાયદો-વ્યવસ્થા, ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓ અને અન્ય સંગઠિત ગુનાઓ સામે પણ સખત વલણ અપનાવવામાં આવશે. પોલીસ તંત્રને વધુ સક્ષમ અને ટેકનોલોજીથી સજ્જ બનાવવા માટે આગામી સમયમાં નવા પગલાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
Operation Mule Hunt 2.0 : ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ રાજ્યમાં ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ અભિયાનથી સાયબર ગુનેગારોમાં ભયનું વાતાવરણ ઊભું થશે અને સામાન્ય નાગરિકોના નાણાકીય હિતોની સુરક્ષા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.