અમદાવાદ માં ગેંગરેપ કરનાર આરોપીઓની ધમકીથી કંટાળીને પિડિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

અમદાવાદ માં ગેંગરેપ કરનાર આરોપીઓની ધમકીથી કંટાળીને પિડિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

 અમદાવાદમાં  ગેંગરેપ કરનાર આરોપીઓની ધમકીથી કંટાળીને પિડિતાએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. વર્ષ 2020માં બનેલી ગેંગરેપની ઘટનામાં જેલહવાલે કરાયેલા આરોપીઓ મારી નાખવાની ધમકી આપતા યુવતીએ પગલું ભર્યું છે.  મોડી રાત્રે યુવતીએ ઊંઘની સંખ્યાબંધ ગોળીઓ ખાઈ લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ બાબતે પોલીસ પાસે યુવતીએ આરોપીઓ તરફથી મળતી ધમકીના પગલે અનેક વખત મદદ માંગી હતી પણ મદદ ન મળતા તેણે આ પગલું ભર્યું.

પિડિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

પીડિત યુવતી આજે સમગ્ર મામલાને હાઇકોર્ટમાં રજુઆત પણ કરવાની હતી જોકે તે પહેલા જ તેણે આ પગલું ભર્યું. પિડિતા પર 8 તારીખના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગરમા હુમલો પણ થયો હતો.

ગત રાત્રીએ  પિડિતા દ્વારા વિડિયો બનાવી અને આપઘાતનો પ્રયાસ કરવા મામલે વસ્ત્રાપુર પોલીસે જાણવાજોગ નોંધ કરી હોવાનું સામે આવ્યુ છે.તો આ તરફ કોર્ટે આપેલા શરતી જામીનનો ભંગ કરી આરોપીઓ પીડિતા પર દબાણ કરતા હોવાથી તેમના જામીન રદ્દ  કરવા કોર્ટમાં કાર્યવાહી કરવાની તજવીજ પીડિતાના વકીલે શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *