
શુક્રવાર બન્યું ભારતીય શેરબજાર માટે બ્લેક ફ્રાઈડે
રોકાણકારોની ભારે વેચવાલીથી મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 1,000 પોઈન્ટ્સ લપસી ગયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી લગભગ 300 પોઈન્ટ તૂટ્યો છે. BSE સેન્સેક્સ હાલમાં 1,071 પોઈન્ટના ઘટાડા સાથે 54,249 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 283 પોઈન્ટના ઘટાડા સાથે 16,195 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

શેર બજાર ને ઘટાડા પાછળ બેન્કિંગ અને IT સેક્ટરનના સ્ટોક્સનો મોટો હાથ છે. જેમાં સૌથી વધુ વેચવાલી મળી હતી. ઉલ્લેખનીય છે કે, જો દુનિયાભરના દેશોના આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મોંઘવારી પરેશાન કરી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ચિંતા યથાવત છે. આ કારણોસર બજારમાં દબાણ છે. વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાં સતત વેચાણ કરી રહ્યા છે. આ કારણે ડોલર સામે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે.
શુક્રવાર બન્યું ભારતીય શેરબજાર માટે બ્લેક ફ્રાઈડે
સોમવારે, આંકડા મંત્રાલય મે મહિના માટે છૂટક ફુગાવાના ડેટા જાહેર કરશે, જેના પર બજાર દ્વારા દેખરેખ રાખવામાં આવશે. એપ્રિલમાં રિટેલ ફુગાવાનો દર 7.79 ટકા હતો, જે આઠ વર્ષમાં સૌથી વધુ છે.
અમેરિકાના રોકાણકારો US CPI Dataની રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ત્યાં મોંઘવારી વધવાને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. જેના કારણે બજારમાં નબળાઈ જોવા મળી રહી છે.
શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરનું માર્કેટ કેપ લગભગ રૂ. 4 લાખ કરોડ ઘટીને રૂ. 251.72 લાખ કરોડ થયું છે.
