ગાંધીધામમાં જુગારના અડ્ડાનો પર્દાફાશ ૯ ખેલી જબ્બે

ગાંધીધામ શહેરના ગણેશનગર વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડાનો પોલીસે પર્દાફાશ કરીને રૂા.૩૧,૪૬૦ની રોકડ સાથે ૯ ખેલીઓ ઝડપી પાડ્યા હતા. પોલીસના દરોડામાં ખેરાજ દામજી ગરવા, પ્રહલ્લાદ હરીભાઈ ચારણ, હિતેશકુમારસિંઘ કુર્મીત, દેવેન્દ્ર હરિરામ, બૃધ્ધસીંગ શ્રીપાલ ચૌધરી, રણજીત સાધનચંદ્ર પાલ, પ્રદીપ નારાયણ સરકાર, ફારૂક મોહમદ મુગરાણી અને ધનેશ જલંધર પાસવાનને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના કબ્જામાંથી ૩ બાઈક અને ૬ મોબાઈલ મળી કુલ ૧,૪ર,૯૬૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *