LIC ગ્રાહકો માટે સારાં સમાચાર, 6 માર્ચ પહેલાં ઉઠાવી લો આ લાભ, નહીંતર મોકો હાથમાંથી નીકળી જશે

આ કેમ્પેન 7 જાન્યુઆરીથી શરૂ થઇ ગયો છે અને 6 માર્ચ 2021 સુધી ચાલશે. આ કેમ્પેનમાં કંપનીના ગ્રાહકોને પોલિસી ફરીથી શરૂ કરવાનો મોકો આપી રહી છે. જોકે, એ માટે કેટલાક નિયમો અને શરતો પણ નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, આ કેમ્પેનનો ફાયદો એ ગ્રાહકોને મળશે કે જે લોકો કોઇ કારણોસર પોતાની પોલિસીનું પ્રીમિયમ નથી ભરી શક્યા. જોકે એ માટે પ્રીમિયમ ન ભરવાની તારીખ 5 વર્ષથી વધારે જૂની ના હોવી જોઇએ. આ સિવાય પોલિસી રિવાઇવલ માટે તમને લેટ ફી ચાર્જિસમાં પણ છૂટનો ફાયદો મળશે.

કંપનીએ જણાવ્યું કે, પોલિસી રિન્યૂ કરવા પર લાગતી લેટ ફીમાં 20 ટકાની છૂટ મળશે. જો વાર્ષિક પ્રીમિયમ એકથી ત્રણ લાખની વચ્ચે છે તો લેટ ફીમાં 25 ટકા સુધીની છૂટ મળી શકે છે. જ્યારે 3,00,001 રૂપિયા અને તેનાથી વધારે પ્રીમિયમ પર 30 ટકા અથવા તો 3000 રૂપિયાની છૂટ મળશે. LICએ પોતાની 1,526 સેટેલાઇટ ઓફિસોને એવી પોલિસી ફરીથી ચાલુ કરવાની મંજૂરી આપી છે. જેમાં સ્પેશિયલ મેડિકલ ચેક-અપ કરાવવાની જરૂર નથી.
શું છે શરતો?
આ કેમ્પેન અંતર્ગત તમારે કેટલીક શરતો પૂરી કરવાની રહેશે. 5 વર્ષની અંદરની પોલિસીને જ રિવાઇવ કરવામાં આવશે. સ્વાસ્થ્ય સંબંધી જરૂરિયાતો પર પણ કેટલીક છૂટ આપવામાં આવશે. વધારે પોલિસી માત્ર સારા સ્વાસ્થ્યની જાહેરાત અને કોવિડ-19 પર સવાલોના આધાર પર ફરીથી શરૂ થઇ શકશે. તમને જણાવી દઇએ કે, કંપનીએ પહેલાં પણ 10 ઓગસ્ટથી 9 ઓક્ટોબર, 2020 સુધી રિવાઇવલ સ્કીમ ચલાવી હતી.
આ પોલિસીને નહીં મળે છૂટનો ફાયદો
આ સિવાય કંપનીએ જણાવ્યું કે, હાઇ રિસ્ક પ્લાન જેમ કે ટર્મ ઇન્શ્યોરન્સ, હેલ્થ ઇન્શ્યોરન્સ, મલ્ટીપલ રિસ્ક પોલિસી પર આ છૂટનો ફાયદો નહીં મળે. આવી પોલિસીઓ, જે પ્રીમિયમ ચૂકવણીવાળી ટર્મમાં રદ થઇ ગઇ છે અને રિવાઇવલ ડેટ સુધી જેની પોલીસી ટર્મ પૂર્ણ નથી થઇ, તેઓને આ કેમ્પેનમાં રિવાઇવ કરાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *