FOREIGN LIQUOR AND BEER WORTH 38 LAKHS DESTROYED : ભચાઉમાં 8.72 લાખની કિંમતના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો

ભચાઉ પોલીસે છેલ્લા બે વર્ષમાં જપ્ત કરેલા વિદેશી દારૂ અને બિયરનો આજે કાયદેસર નાશ કર્યો છે. નગરના ગણેશ ટીમ્બી વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ભચાઉ કોર્ટના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હુકમ 2024 અને 2025 અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી. નાશ કરાયેલા જથ્થામાં 2,208 અંગ્રેજી દારૂની બોટલ (કિંમત 11.97 લાખ), 18,035 બિયર (કિંમત 18.61 લાખ) અને 7,463 ક્વાર્ટર (કિંમત 8.13 લાખ)નો સમાવેશ થાય છે.
જિલ્લાના પૂર્વ વિભાગના પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી. કાર્યવાહી દરમિયાન ભચાઉ પ્રાંત અધિકારી, નશાબંધી શાખાના અધિકારી અને નાયબ પોલીસ વડાઓ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
તમામ કેફી પીણાંના જથ્થા પર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહીને કારણે આસપાસના વિસ્તારમાં દારૂની તીવ્ર ગંધ ફેલાઈ હતી.