CHEATING IN VADODARA CHEAP AMERICAN DOLLARS : અમેરિકન ડોલર સસ્તામાં મેળવવાના ચક્કરમાં થેલી ભરેલા રૂપિયા ગુમાવ્યા

CHEATING IN VADODARA CHEAP AMERICAN DOLLARS : વડોદરા શહેરના એક્સપ્રેસ હાઇવેના ટોકનાકા પાસે ચકચારી ઘટના સામે આવી છે. અમદાવાદની ખાનગી કંપનીમાં કામ કરતા આઇટી એન્જિનિયરને અજાણ્યા શખ્સે સસ્તામાં ડોલર આપવા જણાવ્યું હતું. આ અંગે ખરાઇ કરવા માટે 100 ડોલર આપ્યા પણ હતા. ત્યાર બાદ મોટી ડીલ નક્કી કરવામાં આવી હતી. જે અનુસાર, ફરિયાદી રૂ.7 લાખ રોકડા લઇને પહોંચ્યા હતા. સામે ડોલર ભરેલી થેલી લેવા જતા તેમણે પૈસા ગુમાવ્યા હતા. આખરે આ મામલે બે વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
CHEATING IN VADODARA CHEAP AMERICAN DOLLARS : મંજુસર પોલીસ મથકમાં ધીરેન્દ્ર મેનપરા (રહે. અમદાવાદ)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમના કૌટુંબિક સાળા નિતીન ઝાલા પેન્ટીંગનું કામ કરે છે. બે મહિના પહેલા તેઓના ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામે વાળાએ પોતાનું નામ જગદીશ પટેલ હોવાનું જણાવ્યું હતું અને દાહોદ મંદિર માટે પેઇન્ટીંગ બનાવવાનું જણાવ્યું હતું. બંને વચ્ચે અવાર નવાર વાતચીત થતી હતી. દરમિયાન નિતીને ફરિયાદીને જણાવ્યું કે, જગદીશ પાસે સ્વામીનારાયણ મંદિરના અમેરિકન ડોલર છે. તે સસ્તાભાવે આપવાની વાત કરે છે.
CHEATING IN VADODARA CHEAP AMERICAN DOLLARS : બાદમાં ફરિયાદી અને જગદીશ વચ્ચે વાતો શરૂ થઇ હતી. વોટ્સએપ પર વાતચીત દરમિયાન ડોલર સાચા હોવાની વાત પણ ફરિયાદીએ જાણી હતી. ત્યાર બાદ જગદીશના જણાવ્યા અનુસાર, ફરિયાદી અમદાવાદથી બસમાં બેસીને આણંદ આવ્યા હતા. ત્યાંથી આગળ રીક્ષામાં ગયા હતા. ત્યાં જઇને એક વ્યક્તિ આવ્યો હતો. જેણે રૂ.6 હજારની અવેજમાં 100 અમેરિકન ડોલર આપ્યા હતા. ત્યાર બાદ ડોલરની ફરિયાદીએ ચકાસણી કરાવતા તે સાચા જણાઇ આવ્યા હતા. બાદમાં 10 હજાર અમેરિકન ડોલર આપવાની વાત થઇ હતી.
CHEATING IN VADODARA CHEAP AMERICAN DOLLARS : આ માટે ફરિયાદી તેમની પત્ની સાથે રૂ.7 લાખ ઉછીના લઇને વડોદરા આવ્યા હતા. એક્સપ્રેસ વેના ટોલ પ્લાઝા પર ઉભા રહ્યા હતા. ત્યાર બાદ વોટ્સએપ કોલમાં આગળ જવા જણાવતા તેઓ ગયા હતા. બાદમાં એક અજાણ્યા શખ્સે કારમાંથી ડોલર ભરેલી થેલી હોવાનું જણાવી હાથ ઉંચો કર્યો હતો. બાદમાં ફરિયાદીએ રોકડ રૂપિયાની થેલી બતાવી હતી. જે બાદ ફરિયાદી ડોલર ભરેલી થેલી જોવા જતા જ અજાણ્યા શખ્સે ફરિયાદીના પત્નીના હાથમાંથી રૂ.7 લાખ ભરેલી થેલી સેરવી લીધી હતી. બીજી થેલી તપાસતા તેમાંથી પહેલા અને છેલ્લા અમેરિકન ડોલરની નોટ હતી. બાદમાં શખ્સની તપાસ કરવા જતા કંઇ હાથ લાગ્યું ન હતું.