Indigo Flight Emergency Landing : 4000 ફૂટની ઊંચાઈએ ગીધ સાથે અથડાયું વિમાન, આગળનો ભાગ તૂટી ગયો, રાંચીમાં ઇમરજન્સી લેન્ડિંગ

Indigo Flight Emergency Landing: 4000 ફૂટની ઊંચાઈએ ગીધ સાથે અથડાયું વિમાન, આગળનો ભાગ તૂટી ગયો, રાંચીમાં ઇમરજન્સી લેન્ડિંગ

Indigo Flight Emergency Landing
Indigo Flight Emergency Landing

4000 ફૂટની ઊંચાઈએ ઈન્ડિગોનું એક વિમાન ગીધ સાથે અથડાયું હતું, જેના કારણે તેનો આગળનો ભાગ તૂટી ગયો હતો. રાંચી એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

Indigo Flight Emergency Landing : ઝારખંડની રાજધાની રાંચી જતી ઇન્ડિગોની ફ્લાઇટનું સોમવારે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે પક્ષી અથડાવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને વિમાનમાં સવાર તમામ 175 મુસાફરો સુરક્ષિત છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, લગભગ 4,000 ફૂટની ઊંચાઈએ આવેલા વિમાનને ગીધના હુમલાથી નુકસાન થયું હતું.

રાંચીના બિરસા મુંડા એરપોર્ટના ડિરેક્ટર આરઆર મૌર્યએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, રાંચી નજીક ઇન્ડિગોનું વિમાન પક્ષી સાથે અથડાયું હતું. આ ઘટના અહીંથી લગભગ 10 થી 12 નોટિકલ માઇલ દૂર લગભગ 3,000 થી 4,000 ફૂટની ઊંચાઈએ બની હતી. ઇન્ડિગોનું વિમાન પટનાથી રાંચી આવી રહ્યું હતું અને પાઇલટે અહીં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

પક્ષી અથડાયાની માહિતી મળતા જ એરપોર્ટ ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટેકનિકલ ટીમ વિમાનની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ પક્ષી આકાશમાં વિમાન સાથે અથડાય છે, ત્યારે તેને બર્ડ હિટ કહેવામાં આવે છે.

Indigo Flight Emergency Landing : આ પહેલા રવિવારે દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટને દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાયપુરથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટ નંબર 6E 6313 ધૂળના તોફાનને કારણે થોડા સમય માટે હવામાં ચક્કર લગાવા પડ્યા હતા અને જે બાદ દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *