પુસ્તકોનાં ગાંધી એવા મહેન્દ્રભાઈ મેઘાણીની ચીર વિદાઈ

પુસ્તકોનાં ગાંધી એવા મહેન્દ્રભાઈ મેઘાણીની ચીર વિદાઈ

રિપોર્ટ :- નીતિન ગોહેલ : ભાવનગર

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતમાં “ગ્રંથના ગાંધી”નું બિરુદ પ્રાપ્ત કરનાર “લોકમિલાપ”ના સ્થાપક સંપાદક મહેન્દ્રભાઈ મેઘાણીનું ભાવનગર ખાતેના તેમના નિવાસ્થાને ૧૦૦ વર્ષની ઉમરે ગઈકાલે રાત્રે નિધન થયું હતું. આજે સવારે ૮ વાગે તેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી જેમાં તેમના પરિજનો ઉપરાંત સાહિત્યકારો, ગઝલકારો, લેખકો તેમજ તેમનાં આદર્શ જીવનને અનુસરી જીવનપથ પર અગ્રેસર થનાર અનેક લોકો જોડાયા હતા.જયારે સિંધુનગર સ્મશાન ખાતે તેમનાં મોટા પુત્ર અબુલ મેઘાણીએ મુખાગ્ની આપી હતી અને તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.

લોકમિલાપ’ના સ્થાપક – સંપાદક મહેન્દ્રભાઈ મેઘાણી કે જે ગુજરાતમાં ‘ગ્રંથના ગાંધી’ તરીકે બિરુદ પામ્યા હતા તેમને ૧૦૦ વર્ષની ઉમરે તેમના ભાવનગર ખાતેના ફૂલવાડી વિસ્તારમાં ઘરમાં ગત રાત્રીના અંતિમ શ્વાસ લીધા હતા. મહેન્દ્ર મેઘાણી ઝવેરચંદ મેઘાણીના નવ સંતાનોમાં સૌથી મોટા હતા નાને તેમની માતાનું નામ દમયંતીબેન હતું. મહેન્દ્રભાઈ મેઘાણીનો જન્મ તા.20,જૂન 1923ના રોજ થયો હતો, તેઓ 99 વર્ષ પૂર્ણ કરી ગત ૨૦ જુનના રોજ 100 માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો, તેનો જીવનમંત્ર હતો સારું કામ કરવું અને લોકોની વચ્ચે જ રહી લોક મિલાપ કરવો, તેઓ શરૂઆતમાં ઝવેરચંદ મેઘાણી ના પુસ્તકોનો ગામો ગામ જઈ પુસ્તકોનું વાંચન કરતા હતા, તેણે લોક મિલાપ ટ્રસ્ટ ની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના દિવસે લોક મિલાપ ટ્રસ્ટની સ્થાપના મુંબઈ ખાતે કરી હતી અને બંધ 1978ની સાલમાં બંધ થયું હતું, લોકમિલાપ’ના સ્થાપક સંપાદક મહેન્દ્ર મેઘાણી ગુજરાતમાં ‘ગ્રંથના ગાંધી’ બિરુદ પામ્યા હતા અને અત્યારે 96 વર્ષની ઉંમર સુધી પણ લેખન-વાચનમાં યથાશક્તિ વ્યસ્ત રહ્યા હતા. પોણી સદીથી મહેન્દ્ર મેઘાણીએ પુસ્તકો તેમજ સામયિકોનાં લખાણોનાં સંક્ષેપ, સંકલન, સંપાદન, પ્રકાશન, પ્રદર્શન અને નીવડેલા સાહિત્યનાં સમૂહવાચન થકી વાચન પ્રસારનું કામ કર્યું હતું અને ઝવેરચંદ મેધાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીએ જાળવી રાખ્યો હતો. તેમણે લખેલી અડધી સદીની વાચનયાત્રા અને મિલાપમાં સાહિત્ય રસ ઝરતો હતો. કહી શકાય કે હવે અડધી સદીની વાચનયાત્રાનો ‘વિરામ’ થયો છે.

ભાવનગર ખાતે મહેન્દ્રભાઈ મેઘાણીનું ૧૦૦ વર્ષની ઉમરે નિધન.

લોકમિલાપ’ના સ્થાપક – સંપાદક મહેન્દ્રભાઈ મેઘાણી કે જે ગુજરાતમાં ‘ગ્રંથના ગાંધી’ તરીકે બિરુદ પામ્યા હતા

મહેન્દ્રભાઈ ૯૬ વર્ષની ઉમર સુધી પણ લેખન-વાચનમાં યથાશક્તિ વ્યસ્ત રહેતા.

તેમણે લખેલી અડધી સદીની વાચનયાત્રા અને મિલાપમાં સાહિત્ય રસ ઝરતો

ભારત ૧૯૪૭ માં આઝાદ થયું તેના છ મહિના પહેલાં ઝવેરચંદ મેઘાણી અવસાન થયું અને તેના પછીના વર્ષે મહેન્દ્રભાઈ પત્રકારત્વનું ભણવા ન્યૂયોર્ક કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા . હડસન નદીના કિનારે ‘ ઇન્ટરનેશનલ હાઉસ’માં તેઓ રહેતા ત્યાંથી યુનિવર્સિટી નજીક પડતી એટલે ચાલીને જઈ શકાતું . અમેરિકાના રોક વેલર નામના મોટા ઉદ્યોગપતિએ આ હાઉસ બંધાવેલું અને શરત રાખેલી કે 500 વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થા છે તો તેમાં માત્ર અમેરિકાના જ વિદ્યાર્થીઓ નહીં પણ અડધા વિદ્યાર્થીઓ પરદેશના હોય તેમને લેવાના જેના કારણે એક બીજાને મળે અને જાણે તે માટે તેનો આ આશય હતો . તે સમય ગાળામાં જ યુનાઈટેડ નેશન્સની સ્થાપના થયેલી અને પહેલા કતલખાનું ચાલતું તે ભાડાના મકાનમાં કાર્યાલય હતું ત્યાં તે નૂતન ગુજરાતના પત્રકાર તરીકે ભારતના પ્રતિનિધિ તરીકે જતા અને વાંચતા અને જરૂરી નોંધ લેતા જેમાં તેમને ઘણું બધું શીખવા મળ્યું , જે ડોક્યુમેન્ટ મળે તે વાંચતા . ખાસ તે સંસ્થા લોકો સાથે કઈ જાતનો વ્યવહાર કરે છે તે અહીંયા શીખ્યા , આ સંસ્થા પત્રકારોને શું કામ આવ્યા ? શા માટે માહિતી જોઈએ ? તેવા સવાલો કરવાને બદલે જે કંઈ માહિતી જોઈએ અથવા પૂછવામાં આવે તો વિના સંકોચે તમામ માહિતી આપવામાં આવતી , ક્યારેય રોકટોક કે માહિતી માટે પત્રકારોને અટકાવવામાં ન આવતા અમેરિકા ના બે છાપા વિશે વાત કરતાં કહે છે કે ત્યાં વર્ગખંડમાં જેટલું ન શીખવા મળ્યું તેટલું પત્રકારત્વ અને દુનિયા વિશે કિશ્ચયન સાયન્સ મોનીટર અને ન્યુયોર્ક ટાઈમ નામના બે અખબારમાંથી તેમને શીખવા મળ્યું . આ અખબારના લેખો અને તંત્રીલેખના અભિપ્રાયનો ભાર હંમેશા રહેતો ખાસ તો ચુંટણી સમયે એ કોને ટેકો આપે છે ડેમોક્રેટને કે રિપબ્લિકને તેની લોકોને રાહ રહેતી . ન્યૂયોર્કવાસ દરમિયાન લોકમિલાપની સ્થાપનાનો વિચાર સ્ફૂર્યો અમેરિકાની અટારિયેથી નામની કોલમમાં તેઓ પોતાના અનુભવો તેઓ નોંધતા અને એરમેઇલથી મોકલતા જે અંદાજે અઠવાડિયામાં મળી જતા . ઘણું બધું શીખીને તેઓ 1949 માં સ્વદેશ પરત ફર્યા. મુંબઈમાં 26 જાન્યુઆરી 1950 માં લોકમિલાપ કાર્યાલય શરૂ થયું સાથે મિલાપ નામના માસિક પ્રકાશન સાથે શુભારંભ થયો . આ મિલાપ પ્રકાશનની સરખામણી રિડર્સ ડાયઝેસ્ટ સાથે કરી શકાય તેવી શ્રેષ્ઠતા તેમાં રહી . દરેક લોકો ઘણા બધા સામયિક ઘરે મંગાવી ન શકે એટલે સામયિકો અને બધા જ અખબારમાંથી ઉત્તમ વાંચન માટેના લેખો લઈને તેને મઠારીને વાંચન માટે મિલાપમાં પ્રકાશિત કરવામાં આવતા . 1953 માં આ કાર્યાલય મુંબઈથી ભાવનગર ખસેડાયું . 1950 માં પહેલો અંક અને ડિસેમ્બર , 1978 માં છેલ્લો , આમ 29 વર્ષ તે પ્રગટ થયું . પુસ્તક પ્રદર્શન ની વાત કરવામાં આવે તો 1969 માં ગાંધીજન્મશતાબ્દી નિમિત્તે તેમણે ‘ ડીસ્કવરી ઈન્ડિયા પ્રોજેક્ટ ‘ શરૂ કર્યો અને આ પ્રકલ્પ અંતર્ગત તેઓ યુરોપ , અમેરિકા , આફ્રિકા , આફ્રિકા , એશિયા ન્યૂઝીલેન્ડમાં પુસ્તક પ્રદર્શનો તેમણે ર્ગોઠવેલા .

આ પુસ્તક પ્રદર્શનનો હેતુ ભારતીય પુસ્તકો દ્વારા વિદેશોમાં ભારત વિશે જાણકારી આપવાનો હતો . અનેક પુસ્તકોનો અનુવાદ તેમણે કર્યો છે અને ઘણા સંપાદનો પણ કર્યાં છે . પુસ્તકોને લોકો સુધી પહોંચાડવા તેમણે જીવનભર પરિશ્રમ કર્યો , સાયકલ પર થેલામાં પુસ્તકો ભરી ગામેગામ ફર્યા અને બજાર ભાવ કરતા ચોથા પાંચમા ભાગની કિંમત પ્રશિષ્ટ પુસ્તકોને તેમણે ઘર ઘર સુધી પહોંચાડયા . પુસ્તકમેળાઓ , બાળફિલ્મો જેવા સઘન ઉપક્રમો તેમણે સમયની સાથે રહી ચલાવ્યા છે . લોકોને વાંચતા વિચારતા કરવા અને એ રીતે સમાજમાં સ્વતંત્ર વિચારશક્તિ અને બૌદ્ધિક અભિગમ વિકસાવવાના હેતુથી તેમને એકલે હાથે ગંજાવર કામ કર્યું છે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે .બજાર કરતાં ત્રીજા ચોથા ભાગની કિંમતમાં સારું વાંચન વિશાળ સમુદાય સુધી પહોંચાડ્યું . વિવિધ ભાષાના પુસ્તકો ઉપરાંત ખાસ ગુજરાતી ભાષાના તમામ પ્રકાશનોના પુસ્તકો એક જ સ્થળે સુલભ કરાવી આપતું પુસ્તક ભંડાર લોકમિલાપ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *