ABVP ભાવનગર દ્વારા BPTI ખાતે પાણીનાં પ્રશ્ન ને લઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી

ABVP ભાવનગર દ્વારા BPTI ખાતે પાણીનાં પ્રશ્ન ને લઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી

ABVP ભાવનગર દ્વારા BPTI ખાતે પાણીનાં પ્રશ્ન ને લઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી હિત અને સમાજ હિતમાં કામ કરતું વિદ્યાર્થી સંગઠન છે જે વર્ષોથી વિદ્યાર્થીઓ માટે કામ કરતું આવ્યું છે. BPTI કોલેજ ની બોયઝ હોસ્ટેલમાં છેલ્લા પાંચ દિવસથી વપરાશ નું પાણી પહોચતું નથી અને છેલ્લા એક દિવસથી પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાય ગઈ છે જેના કારણે વિદ્યાર્થીઓને નહાયા વગર રહેવું પડ્યું છે તથા પીવાનાં પાણી માટે બહાર થી વેચાતું લઈ ને વાપરવું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. તેથી તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પાણી ઉપલબ્ધ કરવામાં આવે. જો વિદ્યાર્થી હિત માં પગલા લેવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રતી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સમગ્ર જવાબદારી કોલેજ તંત્રની રહેશે. તેવું નગર મંત્રી ABVP યશ દસાડીયા દ્વારા જણાવવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *