
રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેકશનને લઇ જિલ્લા કલેક્ટરે નવો નિર્ણય કર્યો છે. હોમ આઇસોલેટ દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેકશનની સુવિધા પૂરી પડાશે. દર્દીનું આધારકાર્ડ, રિપોર્ટ અને ડોકટરનું પ્રિસ્કિપ્શન રજૂ કરવાનું રહેશે. ડૉક્યુમેન્ટ હેલ્પલાઇન નંબર પર મોકલવાના રહેશે. જે બાદ રેમડેસિવિર ઇન્જેક્શન ડોક્ટર અથવા તેમના પ્રતિનિધિને જ અપાશે.
રાજકોટમાં હોસ્પિટલોમાં બેડ ફુલ થવાની તૈયારી
▪️રાજકોટમાં કુલ 3044 બેડમાંથી 186 બેડ જ ખાલી
▪️રાજકોટ સિવિલમાં 808 બેડમાંથી માત્ર 51 બેડ ખાલી
▪️સમરસમાં 516 બેડમાંથી 44 બેડ જ ખાલી
▪️ESISમાં 41 બેડમાંથી 41 બેડ ખાલી
▪️ગોંડલ હોસ્પિટલમાં 82 બેડમાંથી 7 બેડ ખાલી
▪️જસદણ હોસ્પિટલમાં 27 બેડમાંથી 3 બેડ ખાલી
▪️ધોરાજી હોસ્પિટલમાં 70 બેડમાંથી 1 બેડ જ ખાલી
▪️કેન્સર હોસ્પિટલમાં 197 બેડમાંથી 31 બેડ ખાલી
▪️ખાનગી હોસ્પિટલમાં 1303 બેડમાંથી માત્ર 8 બેડ ખાલી