
કોરોના વાઇરસનાં કેસ ભાવનગર શહેરમાં ઝડપથી વધી રહ્યા છે આજથી શહેરમાં પ સ્થળે રેપીડ ટેસ્ટનો પ્રારંભ કરાયો છે. હાલમાં ભાવનગરમાં ૧૬૩ દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા છે. કોરોનાનો કુલ આંક ૬૪૭ર એ પહોંચી ગયો છે.
છેલ્લા બે દિવસથી શહેરમાં ૩ર-૩ર પોઝીટીવ કેસ નોંધાયા છે. હાલમાં કુલ ૬૪૭ર કેસ પૈકી હવે હોસ્પીટલમાં ૧૬૩ દર્દીઓ સારવારમાં છે.
દરમ્યાન શહેરમાં કોરોનાના કેસ વધતા આજ શનિવારથી શહેરનાં જુદા જુદા પાંચ સ્થળે ૯ થી ૧ર કલાક અને સાંજનાં ૪ થી ૭ કલાક દરમ્યાન વોલેન્ટીયર રેપીડ ટેસ્ટનો પ્રારંભ કરાયો છે. જેમાં નિલમબાગ સર્કલ, સરદારપર સર્કલ, આર.ટી.ઓ. સર્કલ, શિવાજી સર્કલ અને લીલા સર્કલ વગેરે સ્થળનો સમાવેશ થાય છે આ ટેસ્ટ વિનામુલ્યે કરવામાં આવે છે. તેથી શરદી, ઉધરસ, તાવ, માથાના દુઃખાવા જેવા કારણો હોય તેવા નાગરિકોએ સ્વેચ્છાએ રેપીડ ટેસ્ટ કરાવવા મહાપાલીકાનાં આરોગ્ય વિભાગે જણાવેલ છે.