
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં બે દિવસ પહેલા એક પટેલ યુવતીની સરા જાહેર હત્યા તેના ઘરે જઈને કરવામાં આવી હતી. જેતલસર ગામના પાણીના ટાકા પાસે રહેતા કિશોરભાઈ રૈયાણીની દીકરી શ્રુષ્ટિ કિશોરભાઈ રૈયાણીની તેના ઘરે જ જયેશ ગિરધર સરવૈયાએ 28 જેટલા છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. સાથે મરનાર શ્રુષ્ટિના ભાઈ હર્ષને પણ છરીના ઘા મારીને ઘાયલ ર્ક્યો હતો.
ઘટનાના પગલે જેતપુર તાલુકા પોલીસ ગણતરીની કલાકોમાં જ જયેશ ગિરધરને પકડી પડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન આ ઘટનામાં આરોપીની ધરપકડ થયા બાદ જેતપુરના ધારાસભ્ય અને રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયા પીડિત પરિવારને મળવા માટે જેતલસર આવી પહોંચ્યા હતા તેમણે આ કેસ અંગે સરકાર તરફથી કસવામાં આવેલા મજબૂત ગાળિયા વિશે માહિતી આપી હતી.
‘આ કેસમાં પોલીસ મથક અને કોર્ટ વચ્ચે જે કાગળિયાની આપલે વ્યવહાર થાય છે તેના માટે સરકાર તરફથી પેરવી ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટના એસ.પી. આ કેસની તપાસ કરશે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના નેજા હેઠળ ગાંધીનગરમાં જે દર 15 દિવસે મીટિંગ યોજાતી હોય છે તેમાં આ કેસનું ફોલોઅપ લેવાશે. નરાધમ કાયદામાંથી કોઈ પણ રીતે છટકી ન જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે’
શું ઘટના બની શા માટે શ્રુષ્ટિની હત્યા કરવામાં આવી?
જેતપુર તાલુકાનું જેતલસર ગામ એક નાનું એવું ગામ, થોડા સમય થી જયેશ ગિરધર સરવૈયા અહીં રહેવા માટે આવ્યો હતો અને અહીં જ ગામ માં કડિયા કામ કરી ને ગુજરાન ચલાવતો હતો, જયેશે જેની હત્યા કરીએ તે યુવતી શ્રુષ્ટિ ના મમ્મી તેના દૂરના બેન થાય જયેશ સરવૈયા અને મરનાર શ્રુષ્ટિ ના બેન બંને મામા ફઈના ભાઈ બેન થાય જેના હિસાબે જયેશનો આવન જવન મૃતક શ્રુષ્ટિના ઘરે હતો, જયેશ એક તરફી શ્રુષ્ટિના પ્રેમમાં હતો અને તે અવારનાર શ્રુષ્ટિની પાછળ પાછળ તેની સ્કૂલ સુધી જતો અને અનેક વખત તેને રસ્તામાં શ્રુષ્ટિને ઉભી રાખી હતી.
જયારે જયારે જયેશ શ્રુષ્ટિની પાછળ તેની સ્કૂલ સુધી જતો અને તેને રસ્તામાં ઉભી રાખતો હતો જે વાત શ્રુષ્ટિ એ તેના ઘરે તેના પિતા કિશોરભાઈ અને માતાને કહી હતી કે જયેશ આવું કરે છે જેને લઈ ને શ્રુષ્ટિ ના માતા પિતા એ જયેશ ના પિતા ગિરધરભાઈ ને કરી હતી જેને લઈ ને ગુસ્સે ભરાયેલ પિતા ગિરધરભાઈ એ તેના પુત્ર ને ઘરે થી કાઢી મુક્યો હતો અને જયેશ તેના મામા ના ઘેર જેતલસર ગામ માં જ રહેતો હતો.
જયેશ ગિરધર સરવૈયા વીરપુરથી બપોરે નીકળીને સીધો જેતલસર ગામમાં આવી ગયો હતો, અને બપોરે 4 વાગ્યા ની આસપાસ તે શ્રુષ્ટિના ઘરે ગયો તેણે એવું વિચાર્યું હતું કે શ્રુષ્ટિ ના ઘરે કોઈ નહિ હોય શ્રુષ્ટિ એકલી હશે પરંતુ તેની ધારણા ખોટી પડી, શ્રુષ્ટિના ઘરે તેના પિતા કિશોરભાઈ રૈયાણી અને તેની પત્ની બંને ખેતરે કામ કરવા ગયા હતા પરંતુ ઘરે શ્રુષ્ટિ નો ભાઈ હર્ષ હાજર હતો, જયારે જયેશે શ્રુષ્ટિ ના ઘરે અંદર જવા નો પ્રયાસ કર્યો ત્યારે હર્ષે તેનો વિરોધ કર્યો અને જેને લઈને જયેશ ઉશ્કેરાયો અને હર્ષ ઉપર છરી થી હુમલો કર્યો અને હર્ષ ઉપર જયેશે 5 જેટલા છરી ના ઘા માર્યા જેને લઇ ને હર્ષ પોતાની જાત ને બચાવવા માટે તે ત્યાં થી ભાગી છૂટ્યો હતો.
ઘટનાને લઈને શ્રુષ્ટિ એ જયેશ આ બાબત પ્રિતકાર કર્યો હતો જેને લઈને ગુસ્સામાં ધૂત જયેશે તેનો પ્રતિકાર કરી રહેલ શ્રુષ્ટિને પણ આડેધડ છરીના ઘા મારવાનું શરૂ કર્યું હતું ગુસ્સામાં પાગલ બનેલ જયેશે કઈ જોયા વગર શ્રુષ્ટિને પીઠ, છાતી અને પેટના ભાગે 28 જેટલા છરી ન ઘા માર્યા હતા જેને લઈ ને શ્રુષ્ટિ ત્યાંને ત્યાં જ મૃત થઇ હતી, જયેશનું પાગલ પણ તો એ હતું કે તેણે શ્રુષ્ટિને મારી ગયા પછી પણ પેટના ભાગે છરી ના ઘા મારવાનું ચાલુ રાખ્યું હતું.
જયેશ એ શ્રુષ્ટિના મમ્મીનો દૂર નો ભાઈ થાય કેમ ભાઈ થાય તો એ જાણીએ શ્રુષ્ટિના પિતા કિશોરભાઈ રૈયાણી એ જાતે પટેલ છે અને તેણે શ્રુષ્ટિની માતા સાથે પ્રેમ લગ્ન કરેલ છે શ્રુષ્ટિની માતાએ ખાંટ રાજપૂત છે અને જયેશ ગિરધર સરવૈયાએ પણ ખાંટ રાજપૂત છે અને શ્રુષ્ટિની માતાને દૂરનો ભાઈ થાય છે.