
અગાઉ બૉયફ્રેન્ડ રણબીર કપૂરને થયો હતો કોરોના
ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટે સો.મીડિયામાં આપી જાણકારી
આલિયા ભટ્ટ થઇ હૉમ કવૉરોન્ટાઇન
દેશમાં કોરોનાના આંકડા દિવસે ને દિવસે વધી રહ્યાં છે ત્યારે અભિનેત્રી આલિયા ભટ્ટને પણ કોરોના થઇ ગયો છે.
એક્ટ્રેસ આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર પોતે જ જાણકારી આપી કે તે કોરોના સંક્રમિત થઇ ગઇ છે. તેણે પોતાની જાતને આઇસોલેટ કરી દીધી છે અને ડૉક્ટરે કહેલી બધી વાત ફોલો કરે છે. થોડા સમય પહેલા રણબીર કપૂર પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા. હવે રણબીરનો રિપોર્ટ નેગેટીવ આવી ચૂક્યો છે ત્યારે આલિયા કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે.
