ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ થી ૪૫ વર્ષના નવયુવાનોને રસીઆપવાનો આરંભ: પ્રથમ દિવસે ૩ હજાર નવયુવાનોનું રસીકરણ કરાયું

ગાંધીનગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ વિવિધ ગામની દૂધ મંડળીઓના હોદ્દેદારો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરી

કલોલ શહેરમાં ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકો માટે શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા રાત્રી દરમિયાન રસીકરણનું આયોજન કરાયું

 વૈશ્વિક મહામારી કોરોના જેવી ગંભીર બિમારી સામે રક્ષણ આપતી કોરોના રસીની કામગીરી અત્યારે ગાંધીનગર જિલ્લામાં પૂરજોશથી કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને વધુ વેગવંતુ બનાવવા માટે ગાંધીનગર જિલ્લામાં આજથી ૧૮ વર્ષથી ૪૫ વર્ષ ની વય ધરાવતા દરેક વ્યક્તિને કોરોના ની રસી આપી સુરક્ષિત કરવા માટે રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આજથી શરૂ થયેલ ૧૮ વર્ષથી ૪૫ વર્ષના ૩૦૦૦ જેટલા નાગરિકોને અલગ-અલગ કેન્દ્રો પર કરોના ની રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે.

આગામી શનિવાર તેમજ રવિવારે પણ કલોલ તાલુકામાં શહેરી આરોગ્ય કેન્દ્ર ૧, શહેરી આરોગ્ય કેન્દ્ર ૨, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાચરડા , પાનસર અને મોખાસણ તેમજ માણસા તાલુકામાં માણસા અર્બન , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પુઠ્ઠી, આજોલ, ઇટાદરા, ગાંધીનગર તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર છાલા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉવારસદ, રૂપાલ અને દહેગામ તાલુકા માં દહેગામ અર્બન સેન્ટર , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાંપા , અને પાલુન્દ્રા . ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૫ રસીકરણ કેન્દ્રો પર શનિવાર અને રવિવારે પણ રાબેતા મુજબ કેન્દ્રો ચાલુ રહેશે.

જ્યાં વેકિસન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ અને પોતાનો slot બુક કરાવેલ તમામ ૧૮ વર્ષથી ૪પ વર્ષની વય ધરાવતા વ્યક્તિઓને કોરોના રસી આપી રક્ષિત કરવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે slot દરરોજ સાંજે ૫ વાગ્યા પછી બનાવવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે online સ્લોટ બુક કરાવો ફરજિયાત છે. સ્થળ ઉપર રૂબરૂ રજીસ્ટ્રેશન થઇ શકશે નહીં તેમજ રજિસ્ટ્રેશન વખતે ઓળખપત્રની નકલ રસીકરણ કેન્દ્ર પર ચોક્કસ થી જોડે રાખવાની રહેશે ગાંધીનગર જિલ્લાની જાહેર જનતાને આ રસીકરણ મહા અભિયાનમાં જાગૃત નાગરિક તરીકે ભાગીદાર બનવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ છે. ગાંધીનગર જિલ્લામાં આજ રોજ અંદાજીત ૪૬૧૩ લાભાર્થીઓને ૨૫ સેન્ટરો પર રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કોવિડ રસીનો કુલ ૨,૨૨,૮૯૦ લાભાર્થીને પ્રથમ ડોઝ અને ૮૫, ૭૫૫ લાભાર્થીને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જેમાં ૪પ થી ૬૦ વય જુથના ધરાવતા અને ૬૦ વર્ષ ઉપરની વય જુથના કુલ ૧,૮૫,૨૭૦ લાભાર્થીને પ્રથમ ડોઝ અને ૬૨,૪૯૩ લાભાર્થીને બીજો ડોઝ આપવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *