
BHUJ હમીરસર તળાવ ખાતે ‘સેવા મારું યોગદાન’ અંતર્ગત વિશાળ સફાઈ ઝુંબેશ

BHUJ ભુજ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ‘સેવા મારું યોગદાન’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ અને દાદા-દાદી પાર્ક ખાતે વિશાળ સફાઈ ઝુંબેશ યોજાઈ હતી.
BHUJ કચ્છ લોકસભા, ભુજ નગરપાલિકા, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજ તથા વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, કાર્યકરો અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કર્યું હતું.
BHUJ સફાઈ અભિયાન દરમિયાન હમીરસર તળાવ, દાદા-દાદી પાર્ક તથા આસપાસના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી. ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ તળાવ વિસ્તારમાંથી ગણેશજીની મૂર્તિઓ હટાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. તેમજ ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ના સંદેશ સાથે નોન-પ્લાસ્ટિક થેલીઓનું વિતરણ કરી લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી હતી.

BHUJ કાર્યક્રમમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજ નગર સેવા સદન, ચેમ્બર ઓફ કોમર્સ-ભુજ, રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી, રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ, રોટરેક્ટ ક્લબ ઓફ ભુજ મિડ ટાઉન, રોટરી ક્લબ ઓફ ભુજ વિબગ્યોર, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ઉર્જા, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ કેપિટલ, લાયન્સ ક્લબ ઓફ ભુજ સહિતની વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી.
BHUJ સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી નથી, પરંતુ સતત ચાલતી સામૂહિક જવાબદારી છે. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને સમાજમાં સ્વચ્છતા અંગે વધુને વધુ જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ આ અભિયાન દ્વારા લેવામાં આવ્યો હતો.
BHUJ આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોલ સહિત વિવિધ આગેવાનો, હોદ્દેદારો અને સામાજિક સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
