તળાજા શહેરના સરતાનપર બંદર રોડ ઉપર થી એક શખ્સ રિવોલ્વર સાથે ઝડપાયો પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી

તળાજા શહેરમાં સરતાનપર રોડ પાસેથી એક શખ્સ રિવોલ્વર સાથે ઝડપાયો જેને તળાજા પોલીસ મથક ખાતે સોંપી આપવામાં આવતા તળાજા પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર,એલ.સી.બી. તથા એસ.ઓ.જી.નાં માણસો આગામી વિધાનસભાની ચુંટણી અન્વયે તળાજા શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં.

તે દરમ્યાન પી.આર.સરવૈયા એ.એસ.આઇ.એલ.સી.બી., ભાવનગર તથા યુસુફખાન પઠાણ ફેડ કોન્સ એસ.ઓ.જી.ભાવનગરનાંઓને સંયુક્ત રીતે હથિયાર અંગે મળેલ બાતમીના આધારે ભાવનગર, તળાજા, સરતાનપર રોડ પાસેથી અસ્ફાક યુનુસભાઇ શેખ ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે,પંચશીલ સોસાયટી,તળાજાનાં પેન્ટના નેફામાંથી કાળા કલરની દેશી બનાવટની ચાલુ હાલતની રીવોલ્વર મળી આવતા કિ.રૂ.૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ તેનાં વિરૂધ્ધ આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની વધુ કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો હતો

આ કામગીરીમાં પોલીસ ઇન્સ. પી.બી.જાદવ, એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા, કે એમ પટેલ, બી.એચ.શીગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી./એસ.ઓ.જી. સ્ટાફનાં પ્રદિપસિંહ સરવૈયા, યુસુફખાન પઠાણ, પાર્થભાઇ પટેલ, દિલીપભાઇ ખાચર, વિજયભાઇ રાઠોડ, અલ્તાફભાઇ ગાલ, બ્રિજરાજસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *