Attacked while going to perform religious rituals : સુરતમાં હીરા વેપારીએ આશરો આપી દવા કરાવી તે યુવતી ઘરમાંથી રોકડા ચોરી ફરાર

Attacked while going to perform religious rituals : સુરતના વરાછા કાલીદાસનગર સામે હેપ્પી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હીરા વેપારીએ જેને આશરો આપી દવા કરાવી હતી, તેજ યુવતી ઘરમાંથી રોકડા 75 હજાર ચોરીને ફરાર થઈ ગઈ હતી. જેથી હીરા વેપારીની ફરિયાદ આધારે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Attacked while going to perform religious rituals : સુરતના વરાછા કાલીદાસનગર સોસાયટીની સામે હેપ્પી પેલેસ એરપાર્ટમેન્ટમાં રહેતા 36 વર્ષીય હીરા વેપારી તેજશ્વભાઈ મહેંદ્રપ્રતાપ રૂણવાલ મહિધરપુરામાં ઓફિસ ધરાવે છે. તેમને કારીગરની જરૂર હોવાથી ફોઈ સાસુ કવિતાબેનને વાત કરતા તેમણે તેમની કામવાળીના બેકાર પુત્ર આલમ અને પુત્રી ચાંદની ઉર્ફે સુહાનાને ગાયનેકની તકલીફ હોવાથી તેની સારવાર કરાવવા માટે બંનેને ડિસેમ્બર 2024માં મોકલ્યા હતા.
Attacked while going to perform religious rituals : તેજશ્વભાઈએ આલમને પોતાની કંપનીમાં નોકરીએ રાખ્યો હતો. પણ તે એક જ દિવસ કામ કરીને વતન ચાલ્યો ગયો હતો. જોકે, તેની બહેન ચાંદની તેજશ્વભાઈના ઘરે જ રોકાઈ હતી અને તેની સારવાર પણ કરાવી હતી. વતનમાં માતા અને ભાઈ સાથે સંપર્કમાં રહેતી ચાંદની પર બે દિવસ અગાઉ તેની માતાનો ફોન આવ્યો હતો અને તેને ભાઈ તને લેવા આવે છે, તેમ કહ્યું હતું. પણ ચાંદની ઘરે જવા તૈયાર નહોતી.
Attacked while going to perform religious rituals : જોકે, તે સાંજે છ વાગ્યે ચાંદની ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગઈ હતી. આથી વેપારી અને તેમના પરિવારે તેની શોધખોળ કરી હતી પણ તે મળી નહોતી. બાદમાં ઘરમાં તપાસ કરતા વેપારીના પિતાએ કબાટમાં મુકેલા 75 હજાર મળ્યા નહોતા. તે સમયે ચાંદનીની માતાએ વેપારીના પત્નીને ફોન કરી જાણ કરી હતી કે તેઓ ચેન્નઈની ટ્રેનમાં બેસેલા છે. તેમની સાથે વાત થયા બાદ વેપારીએ વળતો ફોન કરતા તે ટ્રેનમાં મુસાફરી કરતા નિક્કુસિંહ નામના વ્યક્તિનો ફોન હતો.
Attacked while going to perform religious rituals : તેણે જણાવ્યું હતું કે ટ્રેનમાં એક છોકરી છે અને તેની પાસે ઘણા રૂપિયા છે. વેપારીએ ચાંદની સાથે વાત કરી હતી પણ તે ગોળગોળ વાત કરતી હોવાથી તે જ પૈસા ચોરીને ફરાર થઈ હોવાની આશંકા સાથે વેપારીએ વરાછા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેથી વરાછા પોલીસે યુવતીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.