POURING CHEMICALLY CONTMINATED WATER : વડોદરામાં સમા બ્રિજ નીચે મોટા ગેજની પાઇપથી વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત દૂષિત પાણી ઠાલવવાનું કૌભાંડ

POURING CHEMICALLY CONTMINATED WATER : વડોદરામાં સમા બ્રિજ નીચે મોટા ગેજની પાઇપથી વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત દૂષિત પાણી ઠાલવવાનું કૌભાંડ

POURING CHEMICALLY CONTMINATED WATER
POURING CHEMICALLY CONTMINATED WATER

POURING CHEMICALLY CONTMINATED WATER : વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં રાત્રિના સમયે કેટલીક જગ્યાએ કેમિકલવાળુ પ્રદૂષિત પાણી ઠાલવી જતા હોવાના કિસ્સા વધી રહ્યાં છે.

POURING CHEMICALLY CONTMINATED WATER : વડોદરા શહેરમાં ગત ચોમાસામાં ત્રણ વખત વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું. ત્યારબાદ નદીને ઊંડી અને પહોળી કરવા કરોડો રૂપિયાનું બજેટ ફાળવાયું હતુ ક્યારે યુદ્ધના ધોરણે હાલ નદીની સફાઈ થઈ રહી છે પરંતુ શહેરના ઉત્તર વિભાગમાં તમામ બ્રિજ નીચેથી વિશ્વામિત્રી નદીમાં નાખવામાં આવેલી પાઇપલાઇન દ્વારા વગર વરસાદે દૂષિત પાણીનો ધોધ વછૂટી રહ્યો છે. હાલમાં જ મ્યુ. કમિશનરે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું નિરીક્ષણ ફતેગંજ બ્રિજ નીચે કર્યું હતું. ઉપરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ મંગલ પાંડે બ્રિજ નીચે પણ નદીની ચાલતી કામગીરીનું નિરૂપણ કર્યું હતું. જોકે પદાધિકારીઓ સાથેના અધિકારીઓએ મુખ્યમંત્રી કે પછી મ્યુનિ. કમિશનરનું પણ ધ્યાન નહિ દોર્યું હોય એ સ્વાભાવિક છે.

POURING CHEMICALLY CONTMINATED WATER : ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કારેલીબાગ મંગલ પાંડે રોડ પર વિશ્વામિત્રી નદીના ચાલતા રિવાઇવલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી હતી. ત્યારબાદ ગણતરીના દિવસો અગાઉ જ ફતેગંજ બ્રિજ નીચે પણ નદીના ચાલતા રિવાઇબલ પ્રોજેક્ટ અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓ સાથે રહીનેજાત નિરીક્ષણ કર્યું હતું તેમજ કામગીરી અંગે જરૂરી સલાહ સૂચન પણ અધિકારીઓને આપ્યા હતા.

POURING CHEMICALLY CONTMINATED WATER : દરમિયાન સમા બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ખાસ નાખવામાં આવેલી મોટા ગેજવાળી પાઇપ લાઇનના સહારે નદીમાં દૂષિત પાણી મોટા પ્રમાણમાં છોડવામાં આવી રહ્યું છે. સ્પેશિયલ નાખવામાં આવેલી પાઇપમાંથી પડતા મોટા ધોધ અંગે પાલિકા અધિકારીઓ અજાણ હોય એવી બાબત માનવાને કોઈ કારણ નથી. આ ઉપરાંત આ દૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાતા નદી ક્યારે સ્વચ્છ થશે એવી બાબતો સામે સવાલો ઊભા થયા છે.

 

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *