ATM થી લોકોના નાણાની ઉઠાાંતરી કરતી આંતર રાજય ગેંગ નો પર્દાફાશ વેરાવળ પોલીસે ગેંગ ના 03 સાગરીતો ને ઝડપી પાડ્યા ત્રણેય આરોપીઓ ઉત્તરપ્રદેશના રહેવસી

ટ્રાન્જેક્શનમાં મદદ કરવાના બહાને લોકોને છેતરી અને પૈસા ઉઠાવી જતી યુપીની ગેંગ વેરાવળ સહિત રાજ્ય ભર માં અનેક ગુન્હા આચર્યા

પોલીસે આગવી2ઢબે પૂછપરછ હાથ ધરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે એટીએમ માં પૈસા ઉપાડવા જતા સામાન્ય લોકોને જેને પૈસા ઊપાડતા આવડતું ન હોય તેવા લોકોને ઠગ નારી ત્રણ સભ્યો ની ગેંગ ને ઝડપી લીધી રાજ્યને રાજ્ય બહારની આવી અનેક ઘટનાઓમાં સંડોવાયેલી ત્રિપુટીને વેરાવળ શહેર પોલીસે ઝડપી લીધી આ ત્રિપુટી કોઈપણ વાહન ચોરી લઈ અને રસ્તામાં આવતા atm અને ભીડભાળ વાળા સેન્ટરો પર એટીએમ માં પૈસા ઉપાડવામાં મદદરૂપ થવાનું બહાનું કરી અને લોકોને યુક્તિપૂર્વક ઠગતી હતી આ તસ્કર ગેંગ ના ત્રણેય સભ્યો જેમાં 1- અંકિત ચૌધરી 2- સાગર ઉર્ફે અંકિત ચૌધરી અને 3- જીતુ ઉર્ફે જીતેન્દ્ર જટબ ને ઝડપી લીધા છે. આ આરોપીઓ પાસેથી 79 વિવિધ બેંકોના એટીએમ. પે.સ્ક્રીપ્ટ નું મશીન અને લેપટોપ સહિત બે બાઈકો સાથે ઝડપી લીધા છે. આ ત્રણેય આરોપીઓ ભવોકરા. જેવર. ગૌતમ બુદ્ધ નગર. ઉત્તર પ્રદેશના રહેવાસીઓ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ગીર સોમનાથ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અમદાવાદ બરોડા સુરત ગીર સોમનાથ સહિત 10 જેટલા આવા ચીટિંગના બનાવવાની આ લોકોએ કબુલાત કરી છે તદુપરાંત યુપીની અંદર પણ અનેક એટીએમ કાર્ડ ધારકોને છેતર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ ઠગ ત્રિપુટી પકડાતા પોલીસે તેમની ઊંડી તપાસ વિવિધ ટેકનોલોજી ની મદદથી કરી તેમને ઝડપી લીધેલ છે સાથે પોલીસ દ્વારા આમ જનતાને અપીલ પણ કરાય છે કે કોઈપણ વ્યક્તિ atm માં પૈસા ઉપાડવા જાય ત્યારે કાં તો પોતાને તેનો અનુભવ હોય અથવા તો પરિવારનું કોઈ સભ્ય સાથે હોય ત્યારે જ એટીએમ માં પૈસા ઉપાડવા જરૂરી છે જો એટીએમ ન ફાવતું હોય તો પણ અજાણ્યા વ્યક્તિઓની ક્યારેય પણ મદદ ન લેવી તેવી પોલીસે અપીલ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *