Andrew Symonds dies in road accident/ પૂર્વ ઓસી. ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું કાર દુર્ઘટનામાં નિધન

Andrew Symonds dies in road accident/ પૂર્વ ઓસી. ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું કાર દુર્ઘટનામાં નિધન

Andrew Symonds dies in road accident / ક્રિકેટ રસિકો માટે દુઃખદ સમાચાર આવ્યા છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું એક કાર અકસ્માતમાં નિધન થયું છે. અહેવાલો અનુસાર, ક્વીન્સલેન્ડમાં એક કાર દુર્ઘટનામાં તેમનું મોત થયું છે. ઓસ્ટ્રેલિયન મીડિયા દ્વારા અપાયેલી જાણકારી અનુસાર, કાર દુર્ઘટનામાં સાયમન્ડ્સને ગંભીર ઈજા થઈ હતી.

Andrew Symonds dies in road accident/ એવું જણાવાયું છે કે આ અકસ્માત શનિવારે રાતે લગભગ 10.30 વાગ્યે ટાઉન્સવિલેથી 50 કિમી દૂર હર્વે રેન્જમાં થયો હતો. પ્રારંભિક તપાસમાં જોવા મળ્યું છે કે પૂરઝડપે કાર દોડી રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. જે સમયે અકસ્માત થયો ત્યારે સાયમન્ડ્સ કારમાં એકલો જ હતો અને પોતે જ કાર ડ્રાઈવ કરી રહ્યો હતો.

Andrew Symonds dies in road accident / 46 વર્ષીય એન્ડ્ર્યુ સાયમન્ડ્સના નિધન બાદ ક્રિકેટ જગતમાં નિરાશાનો માહોલ છે. ભૂતપૂર્વ ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાનું દુઃખ શેર કર્યું છે. તેણે કહ્યું કે આ સમાચાર ખરેખર ખૂબ જ પીડાદાયક છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માર્ક ટેલરે કહ્યું કે, ‘ક્રિકેટ માટે આ બીજો દુઃખદ દિવસ છે’. પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘ફિલ્ડ અને તેની બહાર પણ અમારી વચ્ચે સુંદર સંબંધ હતો

Andrew Symonds dies in road accident / આ વર્ષ ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ જગત માટે ખૂબ જ દુઃખદ રહ્યું. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ રોડ માર્શ અને શેન વોર્નનું પણ આ વર્ષે અવસાન થયું હતું. શેન વોર્નનું થાઈલેન્ડના એક ફાર્મ હાઉસમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. અને હવે એન્ડ્રુ સાયમન્ડ્સનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *