Ahmedabad : કાર નો કાચ તોડી 4.50 લાખ ની ચોરી

Ahmedabad : કાર નો કાચ તોડી 4.50 લાખ ની ચોરી

Ahmedabad : અખબારનગરમાં રહેતા ખાનગી કંપનીના મેનેજર કમલેશ અડવાણી પોતાના સાસુના એકાઉન્ટમાંથી 4.50 લાખ રૂપિયા ઉઠાવીને તેમની બેગમાં લઈને સાઉન્સ સીટી તરફ ગયા હતા સાયન્સ સીટી ખાતે ધી કેપિટલ બિલ્ડિંગમાં પૈસા ભરેલ બેગ ગાડીમાં મૂકીને મિટિંગમાં ગયા હતા.

મિટિંગ પતાવીને નીચે આવીને જોયું તો કારનો ડ્રાઇવર તરફનો કાચ તૂટેલો હતો અને કારમાં પડેલ પૈસા ભરેલ બેગ પણ ગાયબ હતી.પૈસા ભરેલ બેગ ગાયબ થતા કમલેશભાઈએ આસપાસ તપાસ કરી પરંતુ બેગ મળી નહોતી જે બાદ તેમણે તેમના મોબાઈલ પર ફોન કરતા ફોન બોડકદેવ સરકારી વસાહતમાં કોઈ વ્યક્તિ પાસે હોવાનું જણાવ્યું હતું, જેથી તેઓ બેગ લેવા ત્યાં ગયા હતા. જ્યાંથી જાણવા મળ્યું કે બેગ તેમને મળી હતી. બેગમાં પૈસા ન હોવાથી કમલેશભાઈએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *