
જામનગરમાં બજરંગ દળ દ્વારા દિલ્હીમાં વિધર્મીઓ દ્વારા બજરંગ દળના કાર્યકર્તા રીન્કુ શર્મા ની સરાજાહેર નિર્મમ હત્યા કરવામાં આવી આ ઘટનાના વિરોધમાં જામનગરમાં દેખાવ કરવામાં આવ્યા હતા.રવિવારે જામનગરની જિલ્લા કલેક્ટર કચેરીએ બજરંગ દળના પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજાની ઉપસ્થિતમાં વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી વિશાલભાઈ ખખ્ખર, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, કોષાધ્યક્ષ સુબ્રમણ્યમ પિલ્લે, વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર વિભાગના પ્રેસ-મીડિયા સંયોજક કિંજલભાઈ કારસરીયા, બજરંગદળ શહેર પ્રમુખ વિમલભાઈ જોશી, શહેર સહ સંયોજક અવી કોટેચા સહિતના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના અગ્રણી કાર્યકરોએ દિલ્હીના મંગલોરીપૂરી અને કચ્છના કીડાણામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે નિધિ એકત્રીકરણ કરી રહેલા હિન્દૂ યુવાનોની વિધર્મીઓ દ્વારા ષડયંત્ર કરી નિર્મમ હત્યા કરાઈ છે. આ ઘટનાના વિરોધમાં આવેદનપત્ર પાઠવી તાત્કાલિક બન્ને મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તેવી માગણી કરવામાં આવી છે. આ બંને ઘટનાના આરોપીઓને તાત્કાલિક ઝડપી સરકાર દ્વારા ન્યાય આપવામાં આવે અને મૃત્યુ પામેલા બંને યુવાનોના પરિવારજનોને સરકારી નોકરીમાં સ્થાન આપવામાં આવે તેવી માગણી સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.