
પુલવામા હુમલાની બીજી વરસી પર સુરક્ષાદળોએ આતંકી હુમલાના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. જમ્મુ બસ સ્ટેન્ડ પરથી સુરક્ષાદળોએ 7 કિલો ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) જપ્ત કર્યા છે. સુરક્ષાદળોએ સમગ્ર બસ સ્ટેન્ડમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દિધી છે. અધિકારીઓ મુજબ, આતંકી પુલવામાની બીજી વરસી પર મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા.
આજના દિવસે જ બે વર્ષ પહેલાં પુલવામામાં થયો હતો હુમલો
14 ફેબ્રુઆરી 2019નાં રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે CRPFના જવાનોના કાફલા પર હુમલો કરી દિધો હતો. જેમાં એક બસને બોમ્બથી ઉડાવી દિધી હતી. આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. તો અનેક જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલાને જૈશના આતંકીઓએ પાકિસ્તાનના ISI સાથે મળીને અંજામ આપ્યો હતો. NIAએ 19 લોકોની આ હુમલાના ષડયંત્ર રચવાના આરોપી બનાવ્યા હતા, જેમાં 6ને સેનાએ અથડામણમાં ઠાર કર્યા હતા.