AMRELI PAYAL GOTI CASE : લેટર ટાઈપ કરનાર પાટીદાર યુવતીનું રીઢા ગુનેગારની માફક પોલીસે સરઘસ કાઢતા DSPને માનવ અધિકાર પંચની નોટિસ

AMRELI PAYAL GOTI CASE : લેટર ટાઈપ કરનાર પાટીદાર યુવતીનું રીઢા ગુનેગારની માફક પોલીસે સરઘસ કાઢતા DSPને માનવ અધિકાર પંચની નોટિસ

AMRELI PAYAL GOTI CASE
AMRELI PAYAL GOTI CASE

AMRELI PAYAL GOTI CASE : અમરેલીમાં લેટરકાંડને લઈને સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જેમાં પોલીસ દ્વારા પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવાને લઈને સરકાર પર રીતસરના માછલા ધોવાઈ રહ્યા છે. પાટીદાર સમાજના આક્રોશને જોતા કોંગ્રેસે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. એવામાં યુવતીએ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલી પત્રિકા કાંડમાં આરોપી બનાવાયેલા પાટીદાર યુવતી પાયલ ગોટીએ જિલ્લાના સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જ્યાં બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા 15 હજારના બોન્ડ પર રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

AMRELI PAYAL GOTI CASE
AMRELI PAYAL GOTI CASE
AMRELI PAYAL GOTI CASE
AMRELI PAYAL GOTI CASE

AMRELI PAYAL GOTI CASE : અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાના નામે એક પત્રિકા ફરતી થઈ હતી. જેમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા કોંગ્રેસીઓને વધુ મહત્ત્વ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમરેલી નગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ કૌશિક વેકરિયા અકચક્રી શાસન ચલાવી રહ્યા છે.

જો કે આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમના લેટર પેડનો દુરુપયોગ કરીને તેમજ ખોટા સહી-સિક્કા કરીને કૌશિક વેકરિયાને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે તેવા તદ્દન ખોટા આરોપો મૂકવામાં આવ્યા છે.

આખરે સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચતા તપાસના અંતે યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષ વઘાસિયા, જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા, પાયલ ગોટી, અશોક માંગરોળિયા અને જીતુભાઈ ખાત્રા મળીને કુલ 4 લોકોની ધરપકડ કરી હતી. આમ લેટર બોમ્બ ફોડનારા ભાજપના જ નેતાઓ નીકળતા અમરેલી જિલ્લામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો હતો.

આ કેસની તપાસમાં યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષ વઘાસિયાનું નામ સામે આવ્યું હતુ. જે બાદ મોડી રાતે પોલીસે મનિષ વઘાસિયાની ઑફિસમાં ટાઈપિસ્ટ તરીકે કામ કરતી યુવતીને તેના ઘરેથી ઉઠાવી હતી. જે બાદ આ યુવતીને રિકન્સ્ટ્રક્શનના નામે ઓફિસ થોડા અંતરમાં સરઘસ સ્વરૂપે લઈ જવામાં આવી હતી.

AMRELI PAYAL GOTI CASE : પાટીદાર યુવતીનું રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢવાનો મુદ્દો કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ઉઠાવ્યો હતો. જે બાદ જેની ઠુમ્મર, પરેશ ધાનાણી, લલિત વસોયા સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આ મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ પાટીદાર સમાજમાં પણ રોષ ભભૂકી ઉઠતા સરકાર દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસ હાથ ધર્યા હતા. જે બાદ પાટીદાર સમાજના અગ્રણીઓ અને ભાજપના નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક પણ મળી હતી. આજે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી જેલમાં બંધ યુવતીને મળવા પણ પહોંચ્યા હતા. જો કે હવે યુવતીને જામીન મળી જતાં સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *