અમિત શાહ ઉત્તરાયણ મનાવવા આવશે અમદાવાદ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે આવશે અમદાવાદ ઉત્તરાયણ મનાવવા આવશે

ગોતાના વંદે માતરમ ફ્લેટ પર ચગાવશે પતંગ

ઉત્તરાયણના દિવસે જગન્નાથ મંદિરના કરશે દર્શન

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એક વખત વતન અમદાવાદ આવી રહ્યા છે. પરિવાર સાથે ઉત્તરાયણ પર્વ મનાવવા માટે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે. આવતીકાલે તેઓ બપોર બાદ અમદાવાદ વિમાનીમથક આવી પોહ્ચશે અને સીધા પોતાના આવાસે જશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ અમદાવાદમાં મનાવશે.મળતી માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ૧૩ જાન્યુઆરીએ રાજધાની દિલ્હીથી હવાઈ માર્ગે બપોર બાદ અમદાવાદ વિમાનીમથક આવી પોહ્ચશે.ત્યાંથી સીધા તેઓ પોતાના આવશે જશે.જયારે બીજા દિવસે તેઓ સવારે ઉત્તરાયણ પર્વ નિમિતે પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના દર્શને સહ પરિવાર જશે .ત્યાર બાદ બપોર બાદ તેઓ ગોતા સ્થિત વંદે માતરમ્ ફ્લેટના ધાબા પર કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની સાથે તેઓ પતંગ ઉડાવશે.જ્યાં તેમના મતવિસ્તારના કાર્યકરો પણ હાજર રહેશે.આ ઉપરાંત આગામી મહીને યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગ પ્રદેશ હોદેદારો અને સરકારના મુખ્ય હોદેદારો સાથે પણ બેઠક યોજે તેવી શક્યતા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અમિત શાહ પ્રતિ વર્ષ ઉત્તરાયણ પર્વ પોતાના પરિવાર સાથે મનાવે છે.લોકડાઉનના સાત મહિના બાદ અમિત શાહ બીજી વખત અમદાવાદ આવી રહ્યા છે.આ પહેલા તેઓ ઓક્ટોબરમાં અમદાવાદ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *