Ahmedabad:અમદાવાદીઓને અટલબ્રિજ બાદ એક નવું નજરાણું એલિસબ્રિજ

Ahmedabad: અમદાવાદીઓ માટે એક મોટા આનંદના સમાચાર સામે આવ્યા છે, અમદાવાદીઓને વધુ નવું નજરાણું બહુ જલદી મળશે. અટલબ્રિજ બાદ અમદાવાદીઓને વધુ એક બ્રિજ મળી શકે છે. આ માટે અમદાવાદ મ્યૂનિસિપલ કૉર્પોરશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે.

Ahmedabad: મળતી માહિતી પ્રમાણે, આગામી સમયમાં અમદાવાદીઓને અટલબ્રિજ બાદ એક નવું નજરાણું એલિસબ્રિજ પર મળવાનું છે. રિપોર્ટ છે કે, શહેરમાં આવેલા ઐતિહાસિક એલિસબ્રિજને બહુ જલદી વિકસાવવામાં આવશે, આ એલિસબ્રિજને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો, અંગ્રેજોએ વર્ષ 1892માં એલિસબ્રિજની વચ્ચે એક બ્રિજ બનાવ્યો હતો, જે ભાગને હવે એએમસી દ્વારા વિકસાવવામાં આવશે, એલિસબ્રિજના આ ભાગને એએમસી દ્વારા ટૂરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે. ખાસ વાત છે કે, આ એલિસબ્રિજના ભાગને આગામી સમયમાં AMC ઓફિશિયલ રીતે ડેવલપ કરવાની જાહેરાત કરવામાં આવશે.

Alisbridge, a new sight for Ahmedabadites after Uttlebridge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *