
Organ Donation Awareness : વિદ્યાર્થીઓ માટે અંગદાન જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

અંગદાન જાગૃતિ સાથે સમાજ ના કેટલાય લોકો ને નવું જીવન મળ્યું છે.
ત્યારે આ ૩ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ “રાષ્ટ્રીય અંગદાન દિવસ” નિમિત્તે, કચ્છ યુવક સંઘની પનવેલ શાખા ના પ્રયાસોથી મહાત્મા ગાંધી ડેન્ટલ કોલેજ – કલંબોલી ખાતે ડેન્ટલ વિદ્યાર્થીઓ માટે અંગદાન જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કચ્છ યુવક સંઘ તરફ અંગદાન કન્વીનર ઋષભ મારૂ તથા (ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર) ડો. નીલમ ગડા એ વિદ્યાર્થીઓને અંગદાન વિશે જાગૃત કર્યા હતા. આ સેમિનારમાં લગભગ ૯૦ જેટલા ડેન્ટલના વિદ્યાર્થીઓએ અંગદાન માટેના શપથ પણ લીધા હતા.
કચ્છ યુવક સંઘના અંગદાન કન્વીનર ૠષભ મારૂ એ કહ્યું કે આવનારા સમયમાં સંસ્થા દ્વારા કોર્પોરેટ ઓફિસો તથા કોલેજ અને ક્લાસિસ માં આવા સેમિનારોનું આયોજન કરી અંગદાન માટે જાગૃતી લાવવનું કામ કરવામાં આવશે. સાથેજ અમારી દરેક શાખામાં અમો અંગદાન માટે કાર્યકરોને પ્રશિક્ષિત કરીશું જેથી તેઓ પોતાના એરીયા માં અંગદાન જાગૃતિ અભિયાન ચલાવી શકે. કચ્છ યુવક સંઘના માધ્યમથી અત્યાર સુધી ૧૦૦૦૦ થી વધુ લોકોએ અંગદાન ની શપથ લઈ ફોર્મ ભર્યા છે અને ફોર્મ ભરનાર ને અંગદાતા નો કાર્ડ મળેલ છે.