
MANDVI: માંડવીના જૈન આશ્રમમાં વડીલ વંદના નો કાર્યક્રમ યોજાયો.
MANDVI : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર – ભુજનું અનેરૂ આયોજન
MANDVI : જૈન આશ્રમ ના તમામ 100 માનસિક દિવ્યાંગોની પગનું ઘરેણું ચંપલ, મહિલાઓને સાડી અને સ્વાદિષ્ટ ભોજન કરાવાયું

MANDVI : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર – ભુજ ના ઉપક્રમે,દાતા ના સહકારથી, માંડવીના મેઘજી તેજપાલ જૈન આશ્રમમાં તારીખ 30/07 ને રવિવારના, વડીલ વંદનાનો અનેરો કાર્યક્રમ યોજાયો હતો.
MANDVI : સંસ્થાના પ્રમુખ શ્રી વી. જી. મહેતા (ભુજ)ના પ્રમુખ પદે, પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ (માંડવી) તથા માંડવી અને ભુજના સંસ્થાના કાર્યકરોની ઉપસ્થિતિમાં, ભુજના દાતા વત્સ જીગર દોશી તથા લીલાવતીબેન જેઠાલાલ મહેતાના સૌજન્યથી, જૈન આશ્રમમાં 100(એકસો) માનસિક દિવ્યાંગ ભાઈ – બહેનોને પગનું ઘરેણું સારી ક્વોલિટીની ચંપલ અને બહેનોને સાડી અર્પણ કરી, ઇડલી – મેંદુવડા, ગુલાબ જાંબુ, ચટણી સંભારના સ્વાદિષ્ટ ભોજન કરાવાયા હતા.
MANDVI : પ્રારંભમાં નવકાર મહામંત્રના જાપ કરીને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. આ સેવાકાર્યમાં સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતા (ભુજ) પ્રોજેક્ટ ચેરમેન દિનેશ એમ. શાહ (માંડવી) સંસ્થાના કાર્યકરો પ્રદીપભાઈ દોશી, શાંતિલાલ મોતા, ઓજસ શેઠ, અંકુર મોતા, હિરેન દોશી, ભરતભાઈ ધારીવાલ, શ્રીમતી સોનમબેન મનીષભાઈ મહેતા, મનીષભાઈ મહેતા (બેંક ઓફ ઇન્ડિયા – નિરોણા મેનેજર) અને નાની બેબી લક્ષીતા (બધા ભુજ) તથા માંડવીના જયેશભાઈ ચંદુરા જોડાયા હતા. જૈન આશ્રમના મેનેજર અનિલભાઈ ટાંક તથા લક્ષ્મીબેન સાવલા અને કાંતિભાઈ સહયોગી રહ્યા હતા. સંસ્થાના અનસુયાબેન પી. શાહ અને જયશ્રીબેન ગિરનારી પણ સહયોગી રહ્યા હતા.
MANDVI : આ પ્રસંગે શ્રીમતી સરોજબેન વ્રિજવાણી, અનસુયાબેન પી. શાહ અને જયશ્રીબેન ગિરનારી નું સન્માન સંસ્થા તરફથી કરાયું હતું. આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ શ્રી વી. જી.મહેતાએ જણાવ્યું હતું કે, વડીલો ઘરના મોભી અને પથદર્શક છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન શ્રી દિનેશભાઈ શાહે કરેલું હતું જ્યારે જયેશભાઇ ચંદુરાએ આભાર દર્શન કરેલ હતું.