
અમદાવાદમાં વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો, 2.6ની તીવ્રતા નોંધાઈ
અમદાવાદમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR)ના જણાવ્યા મુજબ સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી આશરે 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ (SSW) વિસ્તારમાં અને તેની ઊંડાઈ અંદાજે 20 કિલોમીટર નોંધાઈ હતી. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલ નથી. જોકે, શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો દ્વારા હળવી ધ્રુજારી અનુભવાઈ હોવાનું સામે આવ્યું છે.
