Ahmedabad : આવતીકાલે રજા જાહેર: અમદાવાદ અને વડોદરાની તમામ શાળા-કોલેજો 31 જુલાઈએ બંધ, ભારે વરસાદની આગાહી

આવતીકાલે રજા જાહેર: અમદાવાદ અને વડોદરાની તમામ શાળા-કોલેજો 31 જુલાઈએ બંધ, ભારે વરસાદની આગાહી

Ahmedabad માં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.Ahmedabad વિદ્યાર્થીઓની સુરક્ષા અને શહેરમાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આવતીકાલે, તા. 31 જુલાઈના રોજ શહેરની તમામ સરકારી અને ખાનગી શાળા તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને અનાવશ્યક મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્રે જણાવ્યું છે.
આ ઉપરાંત વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આવતીકાલે તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *