Ahmedabad AMC અમદાવાદમાં જાહેર રોડ પર શાકભાજી-ફ્રૂટ વેચાણ પર પ્રતિબંધ, લારી-સામાન જપ્ત સાથે દંડની કાર્યવાહી

Ahmedabad AMC અમદાવાદમાં જાહેર રોડ પર શાકભાજી-ફ્રૂટ વેચાણ પર પ્રતિબંધ, લારી-સામાન જપ્ત સાથે દંડની કાર્યવાહી

Ahmedabad AMC અમદાવાદ: શહેરમાં જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી તથા ફળનું વેચાણ કરતા સ્ટ્રીટ વેન્ડર્સ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યા અને રાહદારીઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને એસ્ટેટ વિભાગે જાહેર નોટિસ મારફતે વેપારીઓને સૂચના આપી છે.

Ahmedabad AMC નિયત માર્કેટ અને સ્થળે જ વેપાર કરવાનો રહેશે

AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શાકભાજી અને ફળના વેપારીઓએ પોતાની લારી કે અન્ય વેચાણ વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા વેજીટેબલ માર્કેટ અથવા નિયત સ્થળોએ જ રાખવાની રહેશે. જાહેર રસ્તા, ફૂટપાથ અથવા ટ્રાફિકને અડચણરૂપ બને તેવી જગ્યાએ વેપાર કરી શકાશે નહીં.

Ahmedabad AMC રોડ પર વેચાણ કરનાર સામે કાર્યવાહી

જાહેર નોટિસનું ઉલ્લંઘન કરીને જાહેર રોડ અથવા ફૂટપાથ પર શાકભાજી-ફળનું વેચાણ કરતા વેપારીઓ સામે AMC દ્વારા તેને ગેરકાયદેસર દબાણ ગણી કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી દરમિયાન લારી અને વેચાણનો માલ-સામાન જપ્ત કરવાની સાથે દંડ પણ વસૂલવામાં આવી શકે છે.

Ahmedabad AMC ટ્રાફિક સમસ્યાને કારણે નિર્ણય

શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને સાંજના સમયે રસ્તા પર શાકભાજી અને ફળની લારીઓ ઉભી રહેવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો સામે AMCએ આ નિર્ણય લીધો છે. રાહદારીઓને પણ ફૂટપાથ પર અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાથી વેપારીઓને નિયત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Ahmedabad AMC વેપારીઓને AMCની સૂચના

AMCના એસ્ટેટ વિભાગે તમામ ફળ અને શાકભાજીના સ્ટ્રીટ વેન્ડર્સને જાહેર રસ્તાઓ પર વેપાર ન કરવા અને કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા સ્થળોએ જ વ્યવસાય કરવા સૂચના આપી છે. નિયમોનું પાલન નહીં કરનાર સામે જપ્તી અને દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ સમાચારો માટે અહીં કિલ્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *