
Ahmedabad અમદાવાદના નારોલમાં લિફ્ટ દુર્ઘટના: 12 વર્ષના બાળકનું કરૂણ મોત, શાંતિ શુક્ર સોસાયટીમાં ચકચાર

Ahmedabad અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિ શુક્ર સોસાયટીમાં લિફ્ટ દુર્ઘટનામાં 12 વર્ષના બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. શાળા એથી અભ્યાસ પૂર્ણ કરીને ઘરે પરત ફરેલા બાળક સાથે આ દુર્ઘટના બની હતી.
Ahmedabad પ્રાથમિક માહિતી મુજબ, બાળક ઉપરના માળે જવા માટે લિફ્ટમાં સવાર થયું હતું. તે દરમિયાન લિફ્ટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ નીચે તરફ ધડાકાભેર પછડાઈ હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન બાળકનું ગળું લિફ્ટના ભાગોમાં ફસાઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
Ahmedabad ઘટનાસ્થળે જ બાળકનું મોત
દુર્ઘટનાની જાણ થતાં સોસાયટીના રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે ગંભીર ઈજાઓના કારણે બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સોસાયટીમાં અફરાતફરી સાથે શોકનો માહોલ છવાઈ ગયો હતો.
હસતા-રમતા બાળકના અચાનક મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.
Ahmedabad લિફ્ટની સુરક્ષા સામે ગંભીર સવાલ
આ ઘટના બહુમાળી સોસાયટીઓમાં લિફ્ટની સુરક્ષા અને નિયમિત મેન્ટેનન્સ અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. લિફ્ટનું સમયસર સર્વિસિંગ, ટેકનિકલ તપાસ અને સુરક્ષા ઉપકરણોની ચકાસણી અત્યંત જરૂરી છે.
નાના બાળકો લિફ્ટનો એકલા ઉપયોગ ન કરે અને લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી જણાય તો તેનો ઉપયોગ ન કરવામાં આવે તે અંગે માતા-પિતા અને સોસાયટી સંચાલકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ઘટના અંગે સત્તાવાર તપાસ બાદ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવશે.
