AFTER OPERATION SINDOOR : ‘ઓપરેશન સિંદૂર’ પર અપમાનજનક પોસ્ટ બદલ કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની ધરપકડ

AFTER OPERATION SINDOOR : ‘ઓપરેશન સિંદૂર’ પર અપમાનજનક પોસ્ટ બદલ કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની ધરપકડ

AFTER OPERATION SINDOOR
AFTER OPERATION SINDOOR

AFTER OPERATION SINDOOR :  ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની શુક્રવારે રાજ્યના સાયબર ક્રાઈમ સેલ દ્વારા સોશિયલ મીડિયા પર ‘ઓપરેશન સિંદૂર’ સંબંધિત અપમાનજનક અને રાષ્ટ્રવિરોધી પોસ્ટ અપલોડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સોની પર ઓપરેશન સિંદૂર અંગે ફેસબુક પર વિવાદાસ્પદ નિવેદનો પોસ્ટ કરવાનો આરોપ છે. ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોની વિરૂદ્ધ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સાયબર સેલ દ્વારા ગુનો નોંધાયો છે કે તેમણે તેમના ફેસબુક પર ઓપરેશન સિંદૂર અંગે પોસ્ટ મુકી હતી કે રાફેલનો ખર્ચ થયો તેના કરતા ડબલ ખર્ચ ફોટો અને પબ્લીસીટી માટે કરવામાં આવશે. ઓપરેશન સિંદૂરનો શ્રેય સૈનિકોને મળશે નહી. તેમજ અન્ય એક પોસ્ટમાં પ્રધાનમંત્રી અંગે પણ ટીપ્પણી કરી હતી.

આ બાબતે સીઆઇડી ક્રાઇમ સાયબર સેલના પીએસઆઇ અજય સ્વામીએ ફરિયાદ નોંધાવી હતી કે રાજેશ સોનીએ સેના મનોબળને તોડે તેવી પોસ્ટ મુકી છે. જેના આધારે કાર્યવાહી કરીને રાજેશ સોનીની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. આ અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પોલીસ સાાનો દુરઉપયોગ કરી રહી છે. રાજેશ સોનીએ સેનાને શ્રેય મળવો જોઇએ તેવો મુદ્દો ઉઠાવ્યો હતો. જેથી આ ફરિયાદ રાજકીય ઇશારે નોંધવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *