Muslim religious leader : મુસ્લિમ ધર્મગુરૂ દ્વારા ઈદ ઉલ અઝહા ની માનસ મોહબ્બત સાથે ઉજવણી કરવા અપીલ.

મુસ્લિમ ધર્મગુરૂ દ્વારા કચ્છવાસીઓ ને ઈદ ની શુભેચ્છાઓ અને ઈદ ઉલ અઝહા ની માનસ મોહબ્બત સાથે ઉજવણી કરવા અપીલ.
Muslim religious leader : કચ્છ ની કોમીએકતા નાં પ્રતીક અને સેવાભાવી સંત દુઆગીર પીર સૈયદ કૌશરઅલીશાહ હાજીમખદુમઅલી બાપુ એ ઈદ નિમિતે શુભેચ્છાઓ પાઠવી કચ્છ અને સમગ્ર ભારતવાસીઓ માટે દુઆ કરી હતી.
Muslim religious leader : બાપુ એ જણાવ્યું હતું કે ઈદ ઉલ અઝહા જેનો મુખ્ય ઉદ્દેશ સત્યતા માટે દરેક પ્રકારની કુરબાની-બલીદાન આપવા નું છે.દરેક માનવીએ પોતાની વાસનાઓ, મોહ-માયાની ઝાળથી મુકતી આપવી, પોતાનાં દેશનાં રક્ષણ માટે માલી અને જાની કુરબાની આપવી, આસુરી શકિતઓથી સદાય જાગૃત રહી તેના શૈતાની પંજાથી મુકતી માટે કુરબાની આપવી , સમગ્ર માનવજાત નાં દરેક નેક કાર્યો, સદકાર્યો માટે જાની અને માલી કુરબાની આપવા તત્પર રહેવું. એજ આ ઈદ ઉલ અઝહાનું શાનદાર ભવ્ય સંદેશ છે. એજ હેતુને પામવા સંત તુલસીદાસે ખુબજ આધ્યાત્મીક સંદેશ આપેલ છે જે કુરબાનીનો મુખ્ય મકસદ છે.
“પરધન પથ્થર જાનીએ, પર સ્ત્રી માત સમાન ,
ઈતના કરતે પ્રભુ ન મીલે તો તુલસીદાસ જમાન”
Muslim religious leader : ઈદ નાં પવિત્ર દિવસે પરવરદિગાર આપણા ભારત દેશ ને કોમીએકતા , ભાઈચારા અને માનસ મહોબ્બ્ત સાથે હંમેશા સલામત રાખે અને સૌના સાથ , સૌના વિકાસ અને સૌના વિચાર સાથે ખુબ પ્રગતિ કરે તેવી હાર્દિક દુઆઓ સાથે પરમાત્મા તમને અને તમારા પરિવાર ને હંમેશા સુખ , શાંતિ , આરોગ્ય અને સમૃદ્ધિ આપે , પરવરદીગાર આપણ સૌને સદકાર્યો વડે આ જીવનને મંગલમય બનાવી માનવતાના ઉચ્ચતમ ગુણો પ્રાપ્ત કરવાની શકિત અર્પે એજ દુઆ, પ્રાર્થના સાથે બાપુ એ ઈદ-ઉલ-અઝહા ની મુબારક પાઠવી હતી.