ACCIDENT IN BHACHAU : બેફામ વાહન વ્યવહારને કારણે ભચાઉમાં મીઠું ભરેલા ડમ્પરની ટક્કર લાગતાં એક્ટિવા ચાલકનું મોત

ACCIDENT IN BHACHAU : બેફામ વાહન વ્યવહારને કારણે ભચાઉમાં મીઠું ભરેલા ડમ્પરની ટક્કર લાગતાં એક્ટિવા ચાલકનું મોત

ACCIDENT IN BHACHAU
ACCIDENT IN BHACHAU

ACCIDENT IN BHACHAU : ભચાઉ શહેર અને નજીકમાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ રાજ્ય ધોરીમાર્ગ પરથી પસાર થતાં ભારેખમ વાહનો અહીંના લોકોના જીવ સાથે રમી રહ્યા છે મોટા ભાગ ના વાહનો ઓવરલોડ અને ઓવર સ્પીડમાં પસાર થાય છે અને જેને લઈને અકસ્માતો વારંવાર બની રહ્યા છે.

કસ્ટમ ચાર રસ્તા અને ડો.આંબેડકર સર્કલ પાસે અકસ્માતનો સિલસિલો ચાલુ રહ્યો છે, જેમાં આજે ઓવરલોડ મીઠું ભરીને આવી રહેલા ડમ્પર ચાલકે એકટીવા ચાલાક યુવાનને અડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડી હતી ભચાઉ થી વધુ સારવાર માટે ગાંધીધામ તરફ લઈ જતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું

ACCIDENT IN BHACHAU
ACCIDENT IN BHACHAU

ACCIDENT IN BHACHAU : બનાવને લઈને લોકોનું મોટું ટોળું એકત્ર થયું હતું સ્થાનિક યુવાને ઓવરલોડ વાહનો સામે વિરોધ દર્શાવવા થોડીવાર માટે વાહનો રોકવામાં આવ્યા હતા.ત્રણ દિવસ પહેલાં ટ્રક કારમાં અથડાઇ હોવાનો બનાવ આ જગ્યાએ બન્યો છે.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,મૂળ ભચાઉ નજીકના કરમરીયા ગામના ભચાઉમાં સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય વેપારી ગણેશભાઈ ડાયાભાઈ છાંગા આહીર પોતાના ખેતરથી ભચાઉ એકટીવા પર આવી રહ્યા હતા તે સમયે ડો.આંબેડકર સર્કલ પાસે પૂર ઝડપે જઇ રહેલા મીઠું ભરેલા ડમ્પરના ચાલકે એકટીવા ચાલકને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

ડમ્પરમાં નીચે ફસાયેલા યુવાનને સ્થાનિક લોકોએ એકઠા થઈને બહાર કાઢી તાત્કાલિક ગાંધીધામ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ યુવાનને છાતીના અને માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે વધુ સારવાર નસીબ થાય તે પહેલા જ તેણે જીવ ગુમાવ્યો હતો.

ACCIDENT IN BHACHAU : પરંતુ સ્થાનિક પોલીસ કે જવાબદાર તંત્ર આ જગ્યા ઉપર કોઈપણ જાતની વ્યવસ્થા કરી શક્યા નથી કે જેથી આ જગ્યા ઉપર થતા અકસ્માતો અટકી શકે,ઘટના સ્થળે પહોંચેલા ભીમા કોરેગાવ સેનાના પ્રમુખ સુરેશભાઈ કાઠેચાએ વારંવાર બનતા અકસ્માતને લઈને લોકોને જાગૃત કરવા માટે વાહનો થોભાવ્યા હતા અને પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે અકસ્માતને રોકવા માટે પોલીસ અને તંત્ર તાત્કાલિક ધોરણે કંઈ પગલાં લેવાય. હાલ આ ઘટનાથી મૃતકના પરિવાર અને સમાજમાં શોક ફેલાયો છે.

એક તરફ મીઠાની ઓવરલોડ ગાડીઓના ફેરા વધી રહ્યા છે અને ઓવર લોડ ભરેલી ગાડીઓમાંથી મીઠું રસ્તા પર ઢોળાય છે જેના કારણે રોડ ચીકણા બનતા આમ પણ ભચાઉ અને આસપાસના માર્ગો અકસ્માત ઝોન બની રહ્યા છે. ઓવરલોડિંગ સામે તેમજ તાલપત્ર બાંધ્યના વગર દોડતા મીઠા ભરેલા વાહનો સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.

ACCIDENT IN BHACHAU : ભચાઉ થી ભુજ તરફ જતા અને ભુજ તરફથી આવતા જીએસઆરટીસી અને રાજ્ય ધોરીમાર્ગને શહેરની બહારથી બાયપાસ કરવાની તાત્કાલિક જરૂર છે નહિતર અકસ્માતો બનવા બંધ થઈ શકે તેમ નથી, સ્થાનીકોના જણાવ્યા મુજબ એક તરફ દિવસે દિવસે વાહન વ્યવહાર વધી રહ્યો છે, ગતિ મર્યાદા જળવાતી નથી , ઓવરલોડિંગ, ઓવર ટેક અને આડેધડ પાર્કિંગની સમસ્યા દુર થતી નથી જેના કારણે બાયપાસ જરૂરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *