IndiGo એરલાઈન્સના એમડીના હાથમાં 5 વાળુ બિસ્કિટનુ પેકેટ અને ચા નો કપ, તસવીર વાયરલ

IndiGo એરલાઈન્સના એમડીના હાથમાં 5 વાળુ બિસ્કિટનુ પેકેટ અને ચા નો કપ, તસવીર વાયરલ

ભલે સમય બદલાતા પારલે-જી બિસ્કિટના પેકેટની સાઈઝ અને ગણતરી ઓછી થતી ગઈ પરંતુ જે ના બદલાયુ તે છે ટેસ્ટ. ટેસ્ટના કારણે જ પારલે-જીએ ઘરે-ઘરે ઓળખ ઉભી કરી છે. ગરીબથી લઈને અમીર સુધી આના ટેસ્ટના દીવાના છે. તેથી કંપનીએ પણ પેકેટ સાઈઝ ઓછી કરી પરંતુ કિંમત હજુ પણ માત્ર 5 રૂપિયા.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઈંડિગો એરલાઈન્સના કો-ફાઉન્ડર અને એમડી રાહુલ ભાટિયા હવાઈ મુસાફરી દરમિયાન ચા અને 5 રૂપિયા વાળા પારલે-જીનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે. 

ઉદ્યોગપતિ રાહુલ ભાટિયા પારલે-જી બિસ્કિટ ચા માં ડુબાડીને ખાઈ રહ્યા છે અને તેમની સામે ટેબલ પર 5 રૂપિયા વાળી પારલે-જી બિસ્કિટનુ પેકેટ રાખ્યુ છે. જોકે આ તસવીરથી પારલે-જીની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય છે. ગરીબ માટે તો પારલે-જી સફરનો સાથી છે જ સાથે-સાથે અમીર પણ આના સ્વાદના દિવાના છે.

આમ તો સાદગી માટે રાહુલ ભાટિયા જાણીતા છે. ફોર્બ્સ અનુસાર રાહુલ ભાટિયા અને તેમના પિતા કપિલ ભાટિયાની રિયલ ટાઈમ નેટવર્થ લગભગ 4.7 અરબ ડોલર છે. 

ઉલ્લેખનીય છે કે પારલે-જી ભારતમાં દરેક ઘરમાં ઓળખાતી બિસ્કિટ બ્રાન્ડ છે. આના 5 રૂપિયા વાળા પેકેટનુ દેશમાં ખૂબ વેચાણ થાય છે. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન પારલે-જી નું રેકોર્ડનુ વેચાણ થયુ હતુ. આ દરમિયાન પારલે-જી બિસ્કિટનુ એટલુ વધારે વેચાણ થયુ કે છેલ્લા 82 વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *