8 મહિના સુધી ડુંગળી નહિં થાય ખરાબ, સ્ટોર કરવા ફોલો કરો આ ટિપ્સ

તમે ડુંગળીને 8 થી 10 મહિના સુધી ફ્રેશ રાખવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે ખૂબ કામની છે. તો નજર કરી લો તમે પણ આ ટિપ્સ પર..

દરેક લોકોના રસોડામાં ડુંગળી હોય છે. ડુંગળી એક એવી વસ્તુ છે જે તમે બધામાં મિક્સ કરીને ખાઇ શકો છો. ડુંગળી વગર રસોઇનો સ્વાદ પણ અધૂરો છે. પહેલાના સમયમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી મોટાભાગના લોકો ડુંગળી વધુ પ્રમાણમાં ખાતા હોય છે. જો કે આ વિશે અનેક લોકોની ફરિયાદ એવી હોય છે કે ડુંગળી હવે બહુ લાંબા સમય સુધી ટકતી અને બગડી જાય છે. તો જાણો તમે પણ ડુંગળીને લાંબો સમય સુધી ફ્રેશ રાખવા શું કરશો.

પેપર બેગ્સમાં સ્ટોર કરો

તમે ડુંગળીને પેપર બેગ્સમાં સ્ટોર કરી શકો છો. જો તમે લાંબા સમય સુધી ડુંગળીને પેપર બેગ્સમાં મુકો છો તો કોઇ નાની સળીથી કાંણા પાડી લો જેથી કરીને અંદર થોડી હવા જાય.

પાણીથી દૂર રાખો

ડુંગળીને તમે પાણીથી દૂર રાખો. ડુંગળીને તમે એવી જગ્યાએ સ્ટોર કરો જ્યાં પાણી ના હોય. પાણી ડુંગળીને ખરાબ કરી દે છે. જો તમે ડુંગળીને પાણીની સાથે રાખો છો તો એ જલદી ખરાબ થઇ જાય છે.

ઠંડી જગ્યામાં રાખો

ડુંગળીને હંમેશા ઠંડી જગ્યામાં રાખો. ડુંગળીને લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે તમે હંમેશા ઠંડી જગ્યામાં મુકો. જો તમે ડુંગળીને ગરમ જગ્યાએ મુકો છો તો એ જલદી ખરાબ થઇ જાય છે.

પ્લાસ્ટિકની બેગમાં ના રાખો

તમારે ક્યારે પણ ડુંગળીને પ્લાસ્ટિક બેગમાં રાખવી જોઇએ નહિં. પ્લાસ્ટિક બેગમાં ડુંગળી રાખવાથી એ જલદી ખરાબ થઇ જાય છે. આ ડુંગળી તમે ખાવાના ઉપયોગમાં લઇ શકતા નથી. આ માટે તમે હંમેશા ડુંગળીને ક્યારે પણ પ્લાસ્ટિક બેગમાં રાખશો નહિં. ડુંગળી હંમેશા કટોરીમાં રાખો.

નાયલોન બેગમાં સ્ટોર કરો

ડુંગળીને તમે નાયલોન બેગમાં સ્ટોર કરી શકો છો. ડુંગળીને તમે 8 મહિનાથી વધુ સમય સુધી સ્ટોર કરવા ઇચ્છો છો તો નાયલોન બેગમાં સ્ટોર કરો. નાયલોન બેગમાં ડુંગળી રાખવાથી એ સુકાશે નહિં અને લાંબો સમય સુધી રહેશે પણ ખરા.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *