
ચાણસ્મા માં ધોળા દિવસે તા. 18-7-2022 નાં રોજ એક મકાનમાંથી રૂ. 6 લાખની મતાની ચોરી કરવાનાં ગુના માં ઝડપાયેલા આઇસ્ક્રીમ વેચવા નો ધંધો કરતા રાજસ્થા ની શખ્સ મનોજ કૈલાશચંદ્ર મુરલીધરત્રિપાઠી ની પાટણ નાં સેસન્સ જજ એન.એસ. પ્રજાપતિ એ જામીન અરજી નામંજૂર કરી હતી.

ચાણસ્મામાં ફરીયાદીનાં ઘરનું તાળું તોડી તેમાંથી વીંટી-નંગ 3 તથા રૂા. 5 લાખની રોકડ રકમ મળી કુલ રૂા. 6 લાખની ચોરી કરી કરી હતી છે. તેણે મકાન ભાડે રાખવાનાં બહાને સોસાયટીમાં ફરીને બંધ મકાનનાં તાળાં તોડી ચોરી કરી હતી. તેની પાસેની રૂ 4 લાખ 21 હજાર 325ની મતા રિકવર કરાઇ હતી અને હજુ તેની પાસેથી રૂ.1 લાખ 69 હજાર રિકવર કરવાનાં બાકી છે.
સરકારી વકીલ જે.ડી. ઠક્કરે આ જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું કે, આરોપી રાજસ્થાનનાં રહિશ છે ને તેને ચાણસ્મામાં ઇન્દીરાનગરમાં રહે છે. જામીન મૂક્ત થયેથી ટ્રાયલ વખતે હાજર રહે તેવી શક્યતા નહિંવત હોવાનું જણાઇ આવે છે. કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળી આરોપીને જામીન અરજી નામંજૂર કરી હતી.