જિમમાં વર્કઆઉટ દરમિયાન કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ ઍટેક, એમ્સ હોસ્પિટલમાં દાખલ

જિમમાં વર્કઆઉટ દરમિયાન કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ ઍટેક, એમ્સ હોસ્પિટલમાં દાખલ

જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સાંભળવામાં આવ્યું છે કે રાજુ શ્રીવાસ્તવની તબિયત સારી નથી. અચાનક તબિયત બગડવાના કારણે રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની સરકારી હોસ્પિટલ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હાર્ટ એટેક આવ્યો છે. આ સમાચાર સાંભળીને રાજુ શ્રીવાસ્તવના ચાહકો ચોંકી ગયા હશે.
રાજુ શ્રીવાસ્તવને શું થયું?
મીડિયા રિપોર્ટ મુજબ રાજુ શ્રીવાસ્તવ હોટલના જીમમાં વર્કઆઉટ કરતા હતા ત્યારે તેમની સાથે અચાનક અકસ્માત સર્જાયો હતો. કસરત કરતી વખતે રાજુ શ્રીવાસ્તવ ટ્રેડમિલ પર પડી ગયા હતા. આ પછી રાજુ શ્રીવાસ્તવને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હાસ્ય કલાકાર વિશેના આ દુ:ખદ સમાચારથી ચાહકો નારાજ થયા છે. રાજુ શ્રીવાસ્તવ ઝડપથી સાજા થાય તે માટે ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવ એક પ્રખ્યાત હાસ્ય કલાકાર છે. તેઓ ઉત્તર પ્રદેશ ફિલ્મ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *