
મુંદ્રા સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત E.FIR app અંગેનું જાગૃકતા કાર્યક્રમ યોજાયો
મુંદ્રા સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત E.FIR app અંગેનું જાગૃકતા કાર્યક્રમ યોજાયો
રિપોર્ટ :- જલ્પેશ ખત્રી
મુંદ્રા સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત E.FIR app અંગેનું જાગૃકતા કાર્યક્રમ માં પશ્ચિમ કચ્છ (ભુજ) એસ.પી. સૌરભસિંઘે વિસ્તૃત માહિતી આપી હતી. મુંદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એસ ત્રિવેદી સાઇબર ક્રાઇમ ની જાગૃતતા વિશે જાણકારી આપી હતી. આ E.FIR app ,દ્વારા લોકોની બાઇક તથા મોબાઈલ ચોરી થતાં લોકોને પોલીસ સ્ટેશન જવું નહિ પડે. મોબાઈલ ની એક ક્લીક માં E.FIR નોંધાવી શકાશે.

આ જાગૃકતા કાર્યક્રમ માં મુંદ્રા તથા મુંદ્રા તાલુકાના આજુબાજુ ના ગ્રામજનો, વેપારીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, શાળા, કોલેજ ના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

