જાણીતા ગઝલ ગાયક મનહર ઉધાસ જોડાશે ભાજપમાં

જાણીતા ગાયક મનહર ઉધાસ જોડાશે ભાજપમાં

આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ફરી એક વખત રાજ્યના રાજકારણમાં ગરમાવો અનુભવાઈ રહ્યો છે. ત્યારે દેશના જાણીતા ગાયક કલાકાર મનહર ઉધાસ આજે ભાજપમાં જોડાવાના છે. તેઓ આજે સાંજે 4:00 કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. 

ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં તેઓ ભાજપનો ખેસ ધારણ કરવાના છે. મનહર ઉધાસનો જન્મ જેતપુર ખાતે થયો હતો અને તેમનું મૂળ વતન રાજકોટ પાસેનું ચરખડી ગામ છે. તેમના બંને ભાઈઓ પંકડ ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ ગીત-સંગીતકાર તરીખે ખૂબ જ પ્રસિદ્ધ છે. મનહર ઉધાસના તમામ ગુજરાતી આલ્બમ્સના નામ ‘અ’થી શરૂ થાય છે જે તેમની એક વિશેષતા કહી શકાય. 

મનહર ઉધાસે બોલિવુડના મોટા ભાગના સંગીતકારો સાથે કામ કર્યું છે તથા અનેક ફિલ્મી કલાકારોના પાર્શ્વ ગાયક તરીકે ગીતો ગાયા છે. તેમણે હિન્દી, ગુજરાતી, પંજાબી, બંગાળી અને બીજી ભાષાઓની ૩૦૦થી વધારે ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. અત્યાર સુધીમાં તેમના 60 આલ્બમો બહાર પડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *