મહારાષ્ટ્રના દિગ્ગજ મંત્રીની ધરપકડ, મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી

મહારાષ્ટ્રના દિગ્ગજ મંત્રી નવાબ મલિક પર મની લોન્ડરિંગનો આરોપ છે. ઈડીએ પૂછપરછ માટે વહેલી સવારે તેમને ઘેરથી ઉઠાવ્યાં હતા અને આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. આઠ કલાકની પૂછપરછને અંતે તેમની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ રાજનીતિ ઉગ્ર થવાના એંધાણ છે. 
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ દેશમાં હિંસા ફેલાવાની તૈયારી કરી રહ્યું છે અને તેના માટે તેણે એક સ્પેશિયલ યુનિટ પણ બનાવી રાખી છે, જેના માધ્યમથી તે દેશના કોઈ મોટા નેતા અથવા વેપારી પર જીવલેણ હુમલો કરવાની તૈયારી પણ કરી રહ્યા છે. આ જાણકારીના આધારે નેશનલ ઈન્વેસ્ટેીગેશન એજન્સીએ દાઉદ અને તેના નજીકના લોકો વિરુદ્ધ મામલો નોંધાવ્યો છે.  હવે જ્યારે આટલું મોટું પ્લાનિંગ થઈ રહ્યું હતુ, તો તેના માટે ઘણાં બધાં રૂપિયા પણ જોઈએ, જે બાદ આ મામલે ઈડીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના નજીકના સાથીઓ વિરુદ્ધ મની લોન્ડ્રીંગનો મામલો નોંધાવ્યો છે અને આ મામલે ઈડીએ દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કર્યો છે. જે હાલમાં ઈડીની કસ્ટડીમાં છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *